Thu,25 April 2024,2:41 pm
Print
header

ગાંધીનગરમાં ટીચર્સ યુનિવર્સિટીના 400 વિદ્યાર્થીઓ ફી વઘારાને લઇને હડતાલ પર

9 હજાર રૂપિયાની સેમિસ્ટર ફી 22 હજાર સુધી થઇ જતા વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ સેક્ટર-15માં આવેલી ટીચર્સ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે 400 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લાં ત્રણ દિવસથી હડતાલ પર બેઠા છે. તેમનો આરોપ છે કે ટીચર્સ યુનિવર્સિટીની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે તેમને અહીં ભષ્ટાચારની પણ આશંકા છે. હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓને પુરતી સુવિદ્યાઓ પણ આપવામાં આવતી નથી.ખાસ કરીને વિદ્યાર્થીઓ પાસેથી લેબોરેટરી, સ્ટેશનરી,સાંસ્કૃતિક, રમત ગમત, વગેરેના નામે બેફામ પૈસા લેવામાં આવે છે, તેની સામે સુવિધાના નામે શૂન્ય છે.

આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે યુનિવર્સિટી યુજીસીના નિયમોનું ઉલ્લઘન કરી રહી છે. પહેલા એક સેમીસ્ટરની ફી રુપિયા 9000 હતી જેમાં હોસ્ટેલ ફી અને મેસનો ખર્ચ પણ ઉમેરાતો હતો. હવે મેસની કામગીરી અન્ય કોન્ટ્રાક્ટરને મળતા વિદ્યાર્થીઓ પાસેથી મેસની ફી અલગ લેવામાં આવે છે. આમ, હવે રુપિયા 9000ને બદલે 22 હજાર રુપિયા ચુકવવા પડે છે. ઉપરાંત, પરીક્ષા ફી રુપિયા 140 થી તબક્કા વાર વધારીને રુપિયા 1000 કરી દેવામાં આવી છે. જે સામાન્ય વિદ્યાર્થીને પોસાઇ તેમ નથી. ત્યારે ફી ઘટાડાની માંગણી સાથે વિદ્યાર્થીઓ હાલ વિરોધ કરવા માટે બેઠા છે. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ માત્ર આ મુદ્દે વાત કરવા માંગે છે પણ ટીચર્સ યુનિવર્સિટીના સત્તાધીશો આ મામલે વાત કરી માટે તૈયાર નથી. જેને કારણે આ વિદ્યાર્થીઓ રાત દિવસ ઓફિસ આગળ બેસીને વિરોધ કરી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch