મહામારીમાં પણ નેતાઓ ફોટા પડાવવાનું નથી ભૂલતા !
હિરેન ઉપાધ્યાય, અમદાવાદ
હાલ કોરોના મહામારીને કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ખોંરભે છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખુદ અનલોક-1ના નિયમોનો ભંગ કરી રહ્યાં છે. ગાંધીનગરમાં આવેલી ટીચર્સ યુનિવર્સિટીની દશાબ્દી મહોત્સવમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે હાજર રહેવાના છે . સવાલ એ થાય કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશના મહત્વના નિર્ણયો પણ વીડિયો કોન્ફરન્સથી લેતા હોય છે ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવેને એ બાબતનો ખ્યાલ નહીં હોય કે હજુ કોરોના નથી ગયો અને દેશમાં અનલોક-1ના નિયમો પણ લાગુ છે.
ટીચર્સ યુનિવર્સિટીને પણ આ કાર્યક્રમ યોજવા માટે કોણે પરવાનગી આપી તે પણ મોટો પ્રશ્ન છે. કારણે કે અનલોક-1 અને હવે અનલોક-2ની ગાઇડલાઇનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગને લગતી કોઇ એવી પ્રવૃતિ ન કરવી કે જેમાં ભીડ ભેગી થાય, ત્યારે ટીચર્સ યુનિવર્સીટીને પરવાનગી આપનાર પોલીસ વિભાગની પણ બેદરકારી દેખાઇ રહી છે. ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર સેક્ટર-15 ખાતે આવેલી છે. ત્યારે આ પ્રકારના આયોજનથી એ પણ સ્પષ્ટ બને છે કે સરકારનો શિક્ષણ વિભાગ એક તરફ મોટી મોટી વાતો કરે છે અને એક તરફ નિયમોનો સરેઆમ ભંગ કરે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ બાબતને ગંભીરતાથી લઇને આ પ્રકારના આયોજકો સામે પગલા ભરવાની સાથે તેમના મંત્રીઓને પણ શીખામણ આપવાની જરુર છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23