Thu,18 April 2024,4:30 pm
Print
header

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને સરકારની દિવાળી ભેટ, ગ્રેડ પે 4200 મુજબ કરાયો- gujarat post

ગાંધીનગરઃ ભાજપ સરકારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકોને લઇને મોટો નિર્ણય કર્યો છે, વિધાનસભાની ચૂંટણી અને દિવાળી પહેલા આ શિક્ષકોનો ગ્રેડ પે 4200  મુજબ કરાયો છે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ પરિપત્ર ટ્વીટ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષકો સરકાર સામે આ માંગ કરી રહ્યાં હતા.

વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે આ નિર્ણય કર્યો છે, જેનાથી હજારો શિક્ષકોને મોટો ફાયદો થશે. દિવાળી પહેલા જ શિક્ષકોને ભાજપ સરકારે મોટી ભેટ આપી છે.

રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ. 5000-8000 (છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300-34,800 ગ્રેડ પે 4200) મંજુર કરવા શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch