Sat,20 April 2024,6:53 pm
Print
header

હની ટ્રેપનો શિકાર ! તારાપુરની અગ્રણી સામાજિક સંસ્થાના પૂર્વ પ્રમુખનો અશ્લીલ વીડિયા વાયરલ– Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

સમાજ અને શહેરમાં આબરૂ જવાના ડરથી નથી કરી પોલીસ ફરિયાદ 

તારાપુર શહેરની એક અગ્રણી સામાજિક સંસ્થાના પૂર્વ  પ્રમુખનો નગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

તારાપુર: ગુજરાતમાં વીડિયો કોલ કરીને હની ટ્રેપમાં ફસાવતી ટોળકી સક્રિય થઈ છે. થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના એક નામાંકિત વ્યક્તિનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે તારાપુર શહેરની એક અગ્રણી સામાજિક સંસ્થાના પૂર્વ પ્રમુખનો નગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો કોલમાં તે એક યુવતિ સાથે અશ્લીલ હરકતો કરતાં નજરે પડી રહ્યાં છે. સમાજમાં આબરૂ જવાના ડરથી પોલીસ ફરિયાદ નથી કરી.

આ વીડિયોમાં તારાપુર શહેર તથા તાલુકાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં આગળ રહેતા અને એક અગ્રણી સામાજિક સંસ્થાના પૂર્વ પ્રમુખ એક યુવતિ સામે પોતાનાં કપડા ઉતારી રહ્યાનું નજરે પડે છે. વીડિયોમાં આ અગ્રણી પોતે પણ નગ્ન અવસ્થામાં છે અને સામે યુવતિ પણ નગ્ન અવસ્થામાં હતી. ક્લિપમાં બંને સામસામે અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.  

અઠવાડિયા પહેલા અરવલ્લી જિલ્લાના એક નામાંકિત વ્યક્તિનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અરવલ્લી જિલ્લાની એક ગ્રામ પંચાયતના સભ્યનો આશરે સાડા ત્રણ મીનિટના વાયરલ થયેલા વીડિયોમાં તે નિર્વસ્ત્ર અવસ્થામાં રહેલી સ્વરૂપવાન મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યાં હતા

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch