બહાનું કાઢીને બાથરૂમમાં લઈ ગઈ અને કર્યો હુમલો
હાથની નસ કપાઈ, ઘા હાડકા સુધી પહોંચ્યો
તાપીઃ જિલ્લાના વાલોડ તાલુકાની અંબાજ હાઈસ્કૂલ (આશ્રમ શાળા) માંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળામાં ધોરણ-9 માં અભ્યાસ કરતી એક 13 વર્ષીય સગીર વિદ્યાર્થીની પર તેના જ ક્લાસમાં ભણતી અન્ય એક વિદ્યાર્થીનીએ ચપ્પુ વડે ઘાતકી અને જીવલેણ હુમલો કર્યો હતો.
આરોપી છોકરીએ પીઠ પાછળ કે શર્ટમાં કંઈક ભરાઈ ગયું હોવાનું બહાનું કાઢીને ભોગ બનનાર વિદ્યાર્થીનીને શાળાના ત્રીજા માળે આવેલા બાથરૂમમાં બોલાવી હતી. ત્યાં લઈ જઈને આરોપી છોકરીએ અચાનક જ તેનું ગળું પકડી લીધું હતું અને તેને જમીન પર પછાડી દીધી હતી. ત્યાર બાદ પોતાની પાસે સંતાડી રાખેલું તીક્ષ્ણ ચપ્પુ બહાર કાઢીને માસૂમ બાળકીના હાથ પર જોરદાર ઘા ઝીંકી દીધા હતા.
ચપ્પુનો ઘા એટલો ઊંડો અને જોરદાર હતો કે તે હાડકા સુધી પહોંચી ગયો હતો. હુમલાને કારણે હાથની નસ કપાઈ ગઈ હતી અને અતિશય લોહી વહી ગયું હતું.
બાળકીને તાત્કાલિક વ્યારાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ ગંભીર સ્થિતિને કારણે સુરતની યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કલાકોની મહેનત બાદ કપાઈ ગયેલી નસો અને લોહી બંધ કરવા માટે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યાં અનુસાર હાલમાં હાથમાં લોહીનું પરિભ્રમણ સારું છે, પરંતુ સંપૂર્ણ રુઝ આવવામાં હજુ સમય લાગશે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો | 2026-07-13 14:54:29
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ | 2026-07-12 08:45:28
જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની | 2026-07-11 11:34:15