Fri,26 April 2024,5:04 am
Print
header

દેશના આ મોટા રાજ્યએ એક જ ઝટકે પેટ્રોલના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો

તમિલનાડુઃ સરકારે પેટ્રોલ પર ટેક્સ 3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની મોટી જાહેરાત કરી દીધી છે. સરકારની જાહેરાત મુજબ તમિલનાડુમાં હવે પેટ્રોલના ભાવ 3 રૂપિયા ઘટી જશે. તેવામાં સવાલ એ ઉઠે છે કે સરકાર આ કેવી રીતે કરશે અને તેની ભરપાઈ ક્યાંથી કરશે. આ નિર્ણયને કારણે રાજ્યને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ સિવાય બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની મેટરનિટી રજા 9 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી છે. 500 કરોડના ખર્ચે સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જની સ્થાપના કરવામાં આવશે.રાજ્યના તમામ સ્વનિર્ભર જૂથોને 20,000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે વહેંચવામાં આવશે.

તમિલનાડુ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાની અસર અન્ય રાજ્યો ઉપર પણ જોવા મળી શકે છે. તમિલનાડુ સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે કે જ્યારે પેટ્રોલના ભાવ છેલ્લા 27 દિવસથી સ્થિર છે, તેમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. છેલ્લે દેશમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવ 18 જુલાઈના રોજ વધાર્યા હતા.ત્યારથી હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી.

તમિલનાડુ સરકાર બાદ અન્ય રાજ્યો ઉપર પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો કરવા માટે દબાણ આવશે. જેને કારણે આગામી કેટલાક દિવસોમાં અન્ય રાજ્યો પણ ભાવ ઓછા કરવાની જાહેરાત કરી શકે છે.ખાસ કરીને આગામી વર્ષે જ્યાં ચૂંટણી છે તેવા પંજાબ, યુપી જેવા રાજ્યોમાં તેની શક્યતા વધુ રહેલી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch