Sat,20 April 2024,10:09 am
Print
header

અમેરિકન સૈન્ય મને ભૂત માનવા લાગ્યું હતુ, તેઓ ક્યારેય ન પકડી શક્યાઃ જબિઉલ્લાહ

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં બે દાયકા બાદ ફરીથી તાલિબાનનું શાસન આવી ગયું છે. આ દરમયિાન તાલિબાન પ્રવક્તા જબિઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે તે વર્ષો સુધી અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં પોતાના વિરોધીઓના નાક નીચે રહ્યો હોવા છતાં તેને પકડી શકાય ન હતો.  કહ્યું અમેરિકી સૈનિકો મને ભૂત માનતા હતા.

એક્સપ્રેસ ટ્રિબ્યૂનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું અમેરિકા અને અફઘાન સેનાને લાગતું હતું કે જબિઉલ્લાહ નામનો કોઈ કાલ્પનિક વ્યક્તિ છે.આ કારણે હું અનેક વખત તેમની પકડમાં આવવાથી બચ્યો હતો. હું વર્ષો સુધી કાબૂલમાં આ લોકોની નજર સામે જ રહ્યો હોવા છતાં ઓળખી શક્યા ન હતા.હું દેશમાં અનેક જગ્યાએ ફર્યો પણ છું.

તેણે એમ પણ કહ્યું કે મેં તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરને ક્યારેય જોયા નથી. પરંતુ તેણે શેખ મુલ્લા મંસૂર અન શેખ હેબતુલ્લાહ સાથે કામ કર્યુ છે. મુજાહિદે સ્વીકાર્યું કે, તેણે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન સ્થિત હક્કાનિયા મદરેસામાંથી અભ્યાસ કર્યો છે.જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર તાલિબાન યુનિવર્સિટી કે જિહાદ યુનિવર્સિટી પણ કહે છે. આમ તેને અમેરિકાને પડકાર ફેંકયો છે કે અમેરિકી સેના કેટલી કમજોર હતી. સેનાની હાજરી હોવા છંતા આ આતંકીઓ પોતાના ષડયંત્રોને આગળ વધારતા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch