Fri,19 April 2024,11:19 pm
Print
header

આજે તાલિબાની સરકારની થશે જાહેરાત, શેરુની રહેશે મહત્વની ભૂમિકા

કાબુલઃ અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાન માંથી પરત ફર્યાં બાદ આજે તાલિબાન સરકારની જાહેરાત થશે. તાલિબાનના સહ સંસ્થાપર મુલ્લા બરાદર આ સરકારનું નેતૃત્વ કરશે. તાલિબાન પ્રવક્તા ઉબીઉલ્લાહ મજાહિદે કહ્યું કે નવી સરકારની જાહેરાત ઝડપથી થશે. તાલિબાન સૂત્રોએ જણાવ્યું કે દોહા સ્થિત તાલિબાનના રાજકીય કાર્યાલયના ચેરમેન મુલ્લા અબ્દુલ ગની બરાદરને સરકારના પ્રમુખ બનાવવાની સત્તાવાર જાહેરાત થશે.

મુલ્લા બહાદરની સાથે તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા મોહમ્મદ યાકુબ તથા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઇઝ ઉર્ફે શેરુની પણ સરકારમાં ભૂમિકા રહેશે. તાલિબાનના સૂચના તથા સંસ્કૃતિ આયોગના વરિષ્ઠ અધિકારી મુફ્તી ઈનામુલ્લાહ સામંગાનીએ કહ્યું તમામ ટોચના નેતા કાબૂલ પહોંચી ગયા છે અને નવી સરકારની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યાં છે. સરકારના ગઠનને લઈ સહમતિ બની ચુકી છે, હવે મંત્રીમંડળને લઈ જરૂરી વાતચીત થઈ રહી છે. વરિષ્ઠ તાલિબાન અધિકારી મુજબ સંગઠનના સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુંદજાદા ધાર્મિક મામલા તથા ઈસ્લામના દાયરામાં રહીને ઈરાનની જેમ માળખું તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રીય રહેશે. જાણકારી મુજબ નવી કાબિલી સરકારમા 12 મુસ્લિમ વિદ્વાનો કે સલાહકારી પરિષદની સાથે 25 મંત્રી પણ હશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch