Sat,20 April 2024,3:23 am
Print
header

જુઓ વીડિયો, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય બાદ તાલિબાનોએ ફાયરિંગ કરીને મનાવ્યો જશ્ન

(તસવીર સૌજન્યઃ એએફપી ટ્વીટર)

કાબૂલઃ બે દાયકા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. બે દાયકા સુધી લડ્યા બાદ અમેરિકી સેના અહીંથી પરત ફરી છે. સોમવારે મોડી રાતે જ્યારે અમેરિકાના અંતિમ વિમાને કાબૂલ એરપોર્ટ પરથી ઉડાન ભરી કે તરત જ તાલિબાનના લડવૈયાઓએ જશ્ન મનાવ્યો હતો અને હવામાં ફાયરિંગ કર્યુ હતું.

અમેરિકાએ કાબૂલ છોડ્યા બાદ હવે એરપોર્ટ પર તાલિબાને કબ્જો કરી લીધો છે. એટલે કે હવે કોઈએ પણ દેશની બહાર જવું હશે તો તાલિબાનની મંજૂરી બાદ જ જઈ શકશે, અફઘાનિસ્તાન પર તાલિબાનનો સંપૂર્ણ કંટ્રોલ છે. અમેરિકાની વિદાય થતાં જ તાલિબાનોએ નોન સ્ટોપ ફાયરિંગ કર્યું અને જશ્ન મનાવ્યો. માત્ર ફાયરિંગ જ નહીં તાલિબાનોએ આતશબાજી કરીને આકાશને પણ લાલ કરી દીધું હતું.

તાલિબાને અમેરિકાના પરત ફરવા પર નિવેદન આપતા કહ્યું કે 20 વર્ષ સુધી અમારા લોકોને માર્યાં, હજારો લોકોને ઘાયલ કર્યા અને આર્થિક નુકસાન પહોંચાડ્યા બાદ આખરે અમેરિકા અહીંથી પરત ફર્યું છે. તાલિબાને જાહેરાત કરી કે હવે અફઘાનિસ્તાન પૂરી રીતે આઝાદ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch