Sat,20 April 2024,5:53 am
Print
header

તાલિબાને જૂની સરકારના અધિકારીઓ અને મોટી હસ્તીઓના બેંક ખાતા કર્યાં બંધ

કાબુલઃ તાલિબાન એક બાજુ જૂની સરકારના કર્મચારીઓને કામ પર પરત ફરવા અપીલ કરી રહ્યું છે. બીજી બાજુ જૂના સરકારી અધિકારીઓ અને મોટી હસ્તીઓ ના બેંક ખાતા સ્થગિત કરી રહ્યું છે. તાલિબાન સાંસ્કૃતિક આયોગના સભ્ય અનામુલ્લાહ સામંગાનીના કહેવા મુજબ, ગત સરકાર માટે કામ કરનારા કેટલાક અધિકારીઓના બેંક ખાતા બંધ કરી દેવાયા છે. તાલિબાને કોના ખાતા બંધ કર્યા છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ એટલું કહ્યું છે કે દેશ છોડીને ભાગી જનારા  અને શંંકાસ્પદ ગતિવિધીઓમાં સામેલ કર્મચારીઓના બેંક ખાતા બંધ કરી દેવાયા છે.

અફઘાન કેન્દ્રીય બેંકે કહ્યું કે જૂના મંત્રીઓ, ગવર્નર, ડેપ્યુટી ગવર્નર, સંસદ સભ્ય, મેયર સહિત અન્ય હસ્તીઓના ખાતા બેંક દ્વારા બંધ કરી દેવામાં આવ્યાં છે. તેની જાણકારી બેંકોને આપી દેવામાં આવી છે. અફઘાનિસ્તાનની રિઝર્વ બેંકના ગર્વનર અજમલ અહમદીએ કહ્યું કે, તાલિબાન કેન્દ્રીય બેંકના રૂપિયાનો ઉપયોગ નહીં કરે, તેમની પાસે કરોડો ડોલરનું ફંડ છે. અફઘાનિસ્તાનમાં બેંકો ખુલાતા જ લોકોએ રૂપિયા ઉપાડવા બેંકો બહાર લાઇન લગાવી હતી. લોકોના કહેવા મુજબ તેમના ખાતામાં રૂપિયા હોવા છતાં પણ જરૂરિયાત મુજબ પૈસા નથી મળી રહ્યાં, જેના કારણે જીવન મુશ્કેલ થઈ રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch