Wed,15 July 2026,12:53 am
Print
header

તાપીના ડોલવણના નાયબ મામલતદાર રૂ. 25 હજારની લાંચ લેતા ઝડપાયા

  • Published By
  • 2026-06-30 18:50:40
  • /

તાપીઃ જિલ્લાના ડોલવણ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપનું આયોજન કરીને નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ કટારાને રૂપિયા 25,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યાં છે.

ફરિયાદીએ ડોલવણના કમલાપોર ગામ ખાતે આવેલ બ્લોક નં-38 વાળી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવા માટે વેચનાર પાસેથી લેખિત સંમતિ મેળવી હતી. ત્યારબાદ, સદર જમીનને જરાયત માંથી બાગાયતીમાં તબદીલ કરવા અને તેની એન્ટ્રી કરાવવા માટે મામલતદાર કચેરી ડોલવણ ખાતે જરૂરી દસ્તાવેજી રેકોર્ડ સાથે અરજી કરી હતી.

આ જમીનને જરાયતમાંથી બાગાયતમાં તબદીલ કરવાની સત્તાવાર કામગીરી કરવાના બદલામાં આરોપી નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ કટારાએ ફરિયાદી પાસે રૂ. 25,000 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેઓએ ACB નો સંપર્ક કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

એ.સી.બી.ની ટીમ દ્વારા ડોલવણ તાલુકા સેવાસદન ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ  રૂ.25000 સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પર જ રંગેહાથ પકડી પાડ્યાં હતા.

કામગીરી કરનારી ટીમ

  • ટ્રેપીંગ અધિકારી:  એસ.ડી.ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય, એ.સી.બી. પોલીસ સ્ટેશન તથા ટીમ
  • સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત
  • ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ, IPS, નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડોદરા
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch