Thu,25 April 2024,9:39 pm
Print
header

રૂપિયા 1 લાખની લાંચ લેનાર મહિલા તલાટીનો વૈભવી ઠાઠ, કહ્યું હતુ 10 હજાર રૂપિયાની તો હું ચપ્પલ પહેરૂ છું- Gujaratpost

લાંચની રકમ ઓછી કરવાની વિનંતી કરી તો હોશિયારીમાં કહ્યું હું 10 હજાર રૂપિયાની તો ચપ્પલ પહેરૂ છું

નર્મદાઃ નરખડી ગ્રામપંચાયતના મહિલા તલાટી નીતા પટેલની 1 લાખ રૂપિયાના લાંચ કેસમાં સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે.અરજદારે વીજ મીટરની માટે અરજી કરી હતી.આ તલાટીના મરતિયાએ આંગડિયા પેઢી મારફતે ગાંધીનગરમાં લાંચ સ્વીકારી હતી.લાંચ કેસનો સહ આરોપી મહેશ આહજોલિયા સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી ચલાવે છે.આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બન્યાં હતા અને પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે ગોઠવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીના સંચાલક મહેશ આહજોલિયાને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યો હતો.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે ખેતરમાં પતરાના શેડવાળી ઓરડીઓમાં વીજ મીટર લેવાનું હતું. તે માટે નરખડી ગ્રામ પંચાયતમાં ખેડૂતે અરજી કરી હતી.તલાટી નીતા મોકમભાઇ પટેલે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તલાટી વતી મહેશ અમૃતભાઇ આહજોલિયાએ લાંચની રકમ આંગડિયા મારફત ગાંધીનગરમાં સ્વીકારી હતી. મહિલા તલાટીની લાંચ લેવાની ચેઇનનો પર્દાફાશ કરીને સુરત એસીબીએ મોટું કામ કર્યું છે.

સુરત ACBના હાથે ઝડપાયેલા નીતા પટેલ વૈભવી ઠાઠથી જીવન જીવે છે. કોઇ લાંચની રકમ ઓછી કરવાની વિનંતિ કરે તો રોકડુ પરખાવતી કે હું 10 હજાર રૂપિયાની તો હું ચપ્પલ પહેરૂ છું. એક રૂપિયો ઓછો નહીં થાય, તેની લાઇફ સ્ટાઇલ વિશે નવી નવી વિગતો બહાર આવી રહી છે. નીતા પટેલ લક્ઝુરિયર્સ લાઇફ જીવી રહી છે અને તેના અનેક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.હવે તેની સંપત્તિની તપાસમાં મોટો ઘટસ્ફોટ થાય તો નવાઇ નહીં.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch