Fri,26 February 2021,12:02 am
Print
header

હે મા, માતાજી.... તારક મહેતાના સેટ પર લાગી આગ

મુંબઈઃ છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી ટીવી ચેનલ પરથી પ્રસારિત થતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકો પર સારી પકડ જમાવી છે. મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના સેટ પર મોડી રાતે 2 કલાકને 50 મીનિટે આગ લાગી હતી. દુર્ઘટના બાદ સેટ પર અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કોઇએ ફાયર કંટ્રોલને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. દુર્ઘટનામાં કોઈ ઘાયલ હોવાની ખબર નથી.

અહીં કયા કારણોસર આગ લાગી તે અંગે કંઇ જાણી શકાયું નથી. હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવાયો છે. આ ઘટના બાદ સીરિયલનું શૂટિંગ કરી રહેલી ટીમ થોડી ગભરાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે અન્ય કોઈ સીરિયલનું શુટિંગ થઈ રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આગની જ્વાળા જોઈને શૂટિંગ કરી રહેલા યુનિટના સભ્યો  ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના કલાકારોને ફેન્સનો ખુબ પ્રેમ મળે છે. એમાં પણ જેઠાલાલનું કેરેક્ટર દર્શોકોનું ફેવરિટ છે. જેઠાલાલની કોમિક ટાઈમિંગ શાનદાર છે. કોમેડી ટીવી શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' દરેક ઘરના લોકોમાં જોવા મળે છે અને આ શોનું દરેક પાત્ર પોતાનામાં વિશેષ છે અને દર્શકોને હસાવે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->