Sat,20 April 2024,7:29 pm
Print
header

મહામુકાબલોઃ T- 20 વર્લ્ડકપમાં આજે બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ, હજારો કરોડ રૂપિયાનો લાગશે સટ્ટો

કરોડો લોકોમાં મેચ જોવાનો ઉત્સાહ, ખરાખરીનો જંગ ખેલાશે

(File Photo)

દુબઈઃ ટી-20 વર્લ્ડકપમાં આજે એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, જ્યારે પણ આ બંને દેશોનો મુકાબલો હોય ત્યારે માત્ર ભારત કે પાકિસ્તાન જ નહીં સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોની નજર તેમના પર હોય છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકથી દુબઈમાં આ મુકાબલો શરૂ થશે.

છેલ્લા થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની થઈ રહેલી હત્યા વચ્ચે ભારત મેચ જીતીને પાકિસ્તાનને જોરદાર જવાબ આપશે તેમ ચાહકો માની રહ્યાં છે. ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારત સામે ક્યારેય જીત્યું નથી. આ રેકોર્ડને જોતાં પાકિસ્તાન પર જ મેચ જીતવાનું વિશેષ દબાણ રહેશે. ભારતીય ટીમ આ વખતે વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર છે.ભારત પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં એક પણ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખવા હોટ ફેવરિટ છે, જ્યારે પાકિસ્તાન નવો ઈતિહાસ રચવા તૈયાર થઇ રહ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટર સુધીર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સમર્થક ચાચા પણ દુબઈ પહોંચી ગયા છે. સુધીરે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે આ હાઈવોલ્ટેજ મેચ છે. અત્યાર સુધી પાકિસ્તાન સામે આપણે ક્યારેય હાર્યા નથી. ભારત 2007નું પુનરાવર્તન કરશે તેવો મને વિશ્વાસ છે. પાકિસ્તાનની ટીમના સમર્થક મોહમ્મદ બશીરે કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે તે ખુશીની વાત છે. હું પાકિસ્તાન જીતે તેવી પ્રાર્થના કરું છું પણ એમએસ ધોની મારો ફેવરિટ છે. મને આશા છે કે પાકિસ્તાન મેચ જીતશે અને પાકિસ્તાનના લોકો પણ સેલિબ્રેશન કરશે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ ઉત્સાહ છે અને આ મેચ પર આજે હજારો કરોડનો સટ્ટો રમાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar