Wed,24 April 2024,2:41 am
Print
header

Big News- T-20 વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાન સામે ભારતની હાર, ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર ઉભા થયા સવાલ

પાકનો નવો રેકોર્ડ, T-20 વર્લ્ડકપમાં પહેલી વખત ભારતની પાકિસ્તાન સામે થઇ હાર  

દુબઇઃ ટી-20 વર્લ્ડકપની મેચમાં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર થઇ છે, 10 વિકેટે પાકિસ્તાને ભારતને હાર આપી છે, જેથી ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ નારાજ થયા છે, ભારતીય ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શનને લઇને લોકોમાં નારાજગી છે, બીજી તરફ સ્ટેડિયમમાં પાકિસ્તાની સમર્થકોએ પાકની જીતની જોરદાર ઉજવણી કરી હતી  

PAK ટીમના કેપ્ટન બાબર આઝમે પહેલા બોલિંગ પસંદ કરી હતી, સામે કોહલીની આગેવાનીમાં ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન કર્યાં હતા. તેની સામે એક પણ વિકેટના નુકસાન પર 18 ઓવરમાં પાકિસ્તાને 152 રનનો ટાર્ગેટ પુરો કરીને ભારતને હરાવ્યું છે.

બાબર આઝમ (68*) અને મોહમ્મદ રિઝવાન (79*) ની દમદાર બેટિંગની પાકિસ્તાને આઈસીસી ટી-20 વિશ્વકપના સુપર-12 મુકાબલામાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાનની ટીમ ટી-20 વિશ્વકપના ઈતિહાસમાં ભારતને હરાવવામાં પહેલી વખત સફળ રહી છે. આ પહેલા બંને ટીમો પાંચ વખત આમને-સામને ટકરાય હતી. પરંતુ ક્યારેય પાકિસ્તાનની જીત થઇ ન હતી, હવે આજે પાકિસ્તાનને સફળતા મળી છે. 

બેટ્સમેન રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થયો હતો. લોકેશ રાહુલ પણ 3 રને આઉટ થયો હતો. 31 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યાં પછી વિરાટ કોહલી અને રિષભ પંતે ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત 30 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 39 રન બનાવી શાદાબ ખાનની ઓવરમાં આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન કર્યાં હતા. 

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડી અણનમ રહી હતી, ભારતીય બોલરો પાકિસ્તાનની એકપણ વિકેટ લઇ ન શક્યા,બોલરોના નિરાશાજનક પ્રદર્શનથી ભારતની આજે કારમી હાર થઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch