Sat,20 April 2024,6:17 pm
Print
header

ધૂંધલા અતિત આંખો કે આંસુ સે ગાયબ હો રહા હૈ..સુશાંતે છેલ્લી પોસ્ટમાં મા ને યાદ કરી હતી

મુંબઇઃ બોલીવુડ અભિનેતા સુશાંતસિંહે આજે આત્મહત્યા કરી લીધી છે, મુંબઇના બાન્દ્રાના ફ્લેટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે, સુશાંતે 3 જૂને સોશિયલ મીડિયા પર અંતિમ પોસ્ટ કરી હતી, આ પોસ્ટમાં પોતાના ફોટા સાથે તેની માતાનો ફોટો પણ મુક્યો હતો અને લખ્યું હતુ કે ધૂંધલા અતિત આંખો કે આંસુ સે ગાયબ હો રહા હૈ...પુરે ન હુએ સપને...આંસુ ઓર લા રહે હૈ... વહી જલ્દ એક બીતનેવાલી જિંદગી દોને કે બીચ સૌદેબાજી કર કરી હૈ...માં.....

સુશાંતસિંહ આ દિવસે થોડો ડિપ્રેશનમાં હશે અને તેને પોતાની માતાને યાદ કર્યા હતા, સમાચાર મળ્યાં છે કે છેલ્લા ઘણા દિવસોથી સુશાંત કોઇ મામલે પરેશાન હતો અને ગઇકાલે રાત્રે કેટલાક મિત્રો પણ તેના ઘરે હતા, પોલીસ હાલમાં સુશાંતની આત્મહત્યા પાછળના કારણની તપાસ કરી રહી છે. નોંધનિય છે કે 2002માં સુશાંતના માતાનું નિધન થઇ ગયું હતુ. અને સુશાંત તેની માતાને ખુુબ પ્રેમ કરતો હતો.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch