Tue,23 April 2024,2:29 pm
Print
header

દિવંગત અભિનેતા સુશાંત સિંહના બર્થ ડે પર ફેન્સ થયા ભાવુક, સોશિયલ મીડિયા પર થયો ટ્રેન્ડ #SushantDay

મુંબઇઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આજે 35મી જન્મજયંતી છે. આ અભિનેતા આજે જીવતો હોત તો પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો હોત. સુશાંતનો જન્મ 21 જાન્યુઆરી 1986માં પટનામાં થયો હતો 4 બહેનોનાં એકમાત્ર ભાઇએ 14 જૂન, 2020ના દિવસે આ દુનિયાને હમેશાં માટે અલવિદા કહી દીધી હતી. ગયા વર્ષે અભિનેતાના અકાળે થયેલા મોતથી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. આજે તેના જન્મદિવસે તેના લાખો ચાહકો યાદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર #SushantDay ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ અવસરે સુશાંતે કેવા કપરા સમયમાં હિંમત ન હારીને બોલીવુડમાં એક આગવું સ્થાન બનાવ્યું હતું તે સૌ કોઇ યાદ કરી રહ્યાં છે.

સુશાંત સિંહ રાજપૂતે 2007માં પોતાનો પ્રથમ પ્લે પુકાર અને બીજો કોમેડી પ્લે 'દૌડા દૌડા ભાગા ભાગા સા'થી પોતાની પ્રતિભાને દુનિયા સામે લાવવાની શરૂઆત કરી હતી. સુશાંતને એક પ્લે દરમિયાન બોક્સ ઓફિસ કાઉન્ટર પર ટિકિટ સંભાળતી વખતે બાલાજી ટેલિફિલ્મ્સના કાસ્ટિંગ પર્સને શોધ્યો હતો. અહીંથી તેનું ભાગ્ય પલટાયું અને તેને એક્તા કપૂરના શો 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'માં તક મળી. 

તેને એક પ્લેના 250 રૂપિયા મળતા હતા. સ્ટ્રગલ પીરિયડમાં સુશાંત ખ્યાતનામ ડાન્સર શ્યામક દાવરના ડાન્સ ગ્રુપમાં જોડાયો અને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પરફોર્મન્સ આપ્યાં હતા. સ્ટ્રગલના સમયમાં તે 6 લોકો સાથે રૂમ શેર કરતો હતો. સુશાંત ફિલ્મોમાં હીરો હીરોઈન પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરી લેતો હતો.રિતિક રોશન સાથેના ડાન્સ ટ્રક ધૂમ અગેનમાં પણ બેકગ્રાઉન્ડ ડાન્સર્સમાં સુશાંત જોવા મળ્યો હતો.

નાની ઉંમરમાં તેણે લોકોને જીવતા શીખવી દીધુ સોશિયલ મીડિયા પર આ પ્રકારનાં રિએક્શન આવી રહ્યાં છે. સુશાંતનાં ફેન્સ સતત તેને યાદ કરી પોસ્ટ કરી રહ્યાં છે. ટીવીમાં ભારે સફળતા મેળવ્યાં બાદ સુશાંત સિંહે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી તેની વર્ષ 2013માં પહેલી ફિલ્મ 'કાઇ પો છે' આવી હતી. તેની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' હતી. તેની આત્મહત્યા મામલે હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch