Wed,24 April 2024,11:29 pm
Print
header

સુરેન્દ્રનગરઃ આધ્યાએ મોદીના ચહેરા પર લાવી દીધી ચમક, ભાજપ અને ગુજરાતની વિકાસ ગાથા સાંભળીને મોદી જોતા જ રહ્યાં- Gujarat Post News

સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન મોદી ભાજપનો પ્રચાર કરવા આજે સુરેન્દ્રનગરના દૂધરેજમાં હતા, જ્યાં તેમને સભા સંબોધીને ભાજપના કામો ગણાવ્યાં હતા, બીજી તરફ એક બાળકી  આધ્યાબાએ મોદીની પાસે જઇને ભાજપના કામો અને ગુજરાતની વિકાસગાથા કવિતાના સ્વરૂપમાં સંભળાવી હતી, જેને સાંભળીને મોદીના ચહેરા પર ચમક આવી ગઇ હતી.

આ બાળકી લીંબડીના ધારાસભ્ય અને મંત્રી કિરીટસિંહ રાણાની ભત્રીજીની દીકરી છે. જેને મોદીને મળીને કવિતા સંભળાવી હતી. ભાજપ... ભાજપ... ભાજપ... આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી.. ભાજપને ઝુકાવવા જાતજાતની રમતો રમાય છે, પણ આ વિકાસના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝુકાવી શકે. કારણ કે, કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે તો...ભાજપ, 370ની કલમ કોણ હટાવે...તો ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે તો...ભાજપ, આયોધ્યામાં રામમંદિર કોણ બનાવે તો..ભાજપ, સરદારનું સન્માન એવું સ્ટેચ્યૂ ઓફ યુનિટી..તો ભાજપ, પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે તો...ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વેક્સિન કોણ અપાવે તો...ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ..

આ બાળકીએ અહીં ઉપસ્થિત સૌ કોઇનું દિલ જીતી લીધું હતુ, મોદીએ તેને આર્શીવાદ આપીને તેની સાથે થોડી વાતચીત કરતા તે પણ ખુશ ખુશાલ થઇ ગઇ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch