Wed,16 September 2026,3:09 pm
Print
header

ACB એ રૂપિયા 5 લાખ રિકવર કર્યાં, આ ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા

  • Published By Mahesh patel
  • 2026-07-21 20:46:31
  • /

સુરેન્દ્રનગરઃ એસીબીએ ફરી એક વખત મોટા લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે, સંજય પ્રતાપભાઇ કમેજળીયા, ઉ.વ.35 ધંધો-ડ્રાયવીંગ (ઉંટડી ગ્રામ પંચાયતનાં સરપંચના પતિ), પ્રજાજન, રહે.મેરે રામાબાપા પેટ્રોલપંપ પાસે, લીંબડી મુળ રહે.ઉંટડી અને સુનીલ સુભાષભાઇ કટુડીયા, ઉ.વ.27 ધંધો-અભ્યાસ તથા ઉપસરપંચ, ઉંટડી ગ્રામ પંચાયતને 5 લાખ રૂપિયાની લાંચમાં ઝડપી લીધા છે.

લાંચની માંગણીની રકમ: રૂ. 6,30,000 અને લીધેલી રકમ 5,00,000

ટ્રેપનુ સ્થળ: પ્રેમવતી ભોજનાલયનાં કમ્પાઉન્ડમાં, લીંબડી હાઇવે ચાર રસ્તા પાસે

ફરીયાદીએ ઉંટડી ગામે નક્કિ કરેલી જગ્યાએથી રેતી કાઢવા દેવા માટે આરોપીઓએ ટ્રકના એક હજાર રૂપિયા માંગ્યા હતા, ફરિયાદીએ ધર્માદામાં 100 રૂપિયાની વાત કરી હતી. અંતે અનેક ટ્રકો મામલે 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

ફરીયાદી લાંચના નાણાં આપવા માગંતા ન હોવાથી સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. જેમાં આરોપીએ 5 લાખ રૂપિયાની લાંચ લઇને બીજા આરોપીને મોબાઇલ પર જાણ કરી ત્યારે જ એસીબીએ ટ્રેપ કરી નાખી હતી.

ટ્રેપિંગ અધિકારી: પી.કે.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટેશન,સુરેન્દ્રનગર એ.સી.બી તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારી: જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ

ઇન્ચાર્જ અધિકારીઃ બલદેવસિંહ વાઘેલા. નાયબ નિયામક.એ.સી.બી.રાજકોટ

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch