આરટીઆઇમાં માહિતી આપવા માટે લાંચ માંગવાનો રાજ્યનો પહેલો કિસ્સો
સુરેન્દ્રનગરઃ આ કામના ફરિયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરી હતી. જે લાંબાગાળાથી પેન્ડીંગ હોવાથી તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. જે માહિતી કચેરી તરફથી અધૂરી મળેલી અને બાકી રહેલી માહિતી પૂરી કરી આપવા માટે આરોપી અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇ, જુનિયર ક્લાર્ક, ખાણ ખનિજની કચેરી, સુરેન્દ્રનગર જેઓ આ માહિતી કચેરી ખાતે તૈયાર કરવાની પ્રક્રિયા કરતા હોવાથી તેમણે રૂપિયા 10,000 લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી જામનગરનો સંપર્ક કરતા ફરીયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ.10,000 સ્વીકારી હતી, ખાણ ખનીજ કચેરીના ગેટ પાસે, બહુમાળી ભવન સુરેન્દ્રનગરમાં લાંચ લેતા એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
ટ્રેપિંગ અધિકારી : આર.એન.વિરાણી
પોલીસ ઇન્સ્પેક્ટર, એ. સી. બી. પોસ્ટ જામનગર
સુપરવિઝન અધિકારી : કે.એચ.ગોહિલ,
ઈ.ચા મદદનિશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના સીઈઓ ઝાલાને જામીન મળશે કે નહીં? - Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે 2 કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોના મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવ્યા, 30 હજાર ડોલરની માંગણી | 2024-12-09 09:22:10
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59