મૃતક પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી
પરિવારનો એકનો એક દીકરો હતો
સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં રહેતા 27 વર્ષીય સોનુકુમાર રામબાલી ગૌતમે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સોનુકુમાર મૂળ ઉત્તર પ્રદેશનો હતો અને સચિનની હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા સાડીના કારખાનામાં કામ કરતો હતો. તેનો પરિવાર વતનમાં રહે છે, જેમાં તેના માતા-પિતા અને બે બહેનોનો સમાવેશ થાય છે. સોનુકુમાર પરિવારનો એકનો એક દીકરો હતો.
સોનુકુમારનો મૃતદેહ તેના રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસને સોનુકુમારે લખેલી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, મને ગભરામણ થાય છે. મારે જીવવાની ઈચ્છા નથી, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી, આ પગલું હું મારી મરજીથી ભરું છું. તેણે પહેલાં પોતાનો મોબાઈલ અને સીમકાર્ડ પણ તોડી નાખ્યું હતુ.
સોનુકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. એકના એક દીકરાના અચાનક થયેલા મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સચિન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ભરુચમાં કલાસ-1 અધિકારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો, પોલીસને સ્યૂસાઇડ નોટ મળી | 2026-07-13 15:44:15
સુરત બરબાદ થયા પછી સરકાર જાગી, ખાડી વિકાસ માટે રૂ 500 કરોડ મંજૂર કર્યાં | 2026-07-09 18:00:45
પુરનો પ્રકોર, સુરતની ખાડીમાંથી વધુ 3 મૃતદેહ મળતા કુલ મૃત્યુઆંક 29 થયો | 2026-07-09 17:50:13
સુરતમાં વરસાદનો કહેર, જનજીવન ખોરવાયું, અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોની મુશ્કેલીઓ વધી | 2026-07-08 09:06:57