Sat,20 April 2024,3:05 pm
Print
header

સલામ છે સુરત પોલીસને, વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલાં નાગરિકને દર્દનાક સ્થિતિમાંથી લવાયો બહાર

મેં નક્કી કરી લીધું હતું કે વ્યાજખોરોના ત્રાસથી હું અગાશીએથી કૂદીને આપઘાત કરી લઇશ

સુરતઃ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલાં નાગરિકની દર્દનાક સ્થિતિ જાણવા મળી છે. જ્યારથી પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારથી એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, અત્યારે તો વ્યાજખોરોથી બચાવવા પોલીસ લોકો માટે દેવદૂત જેવી બની છે. 

વ્યાજખોરોનું વિષચક્ર કેટલું ભયાનક છે તે સમજવું હોય તો કેટલીક આપવીતી પણ જાણવી પડે. અમરોલીના વિનોદ જેઠવાની આપવીતી તેમના જ શબ્દોમાં જાણીએ તો ખ્યાલ આવશે કે લોકોને કેવી કેવી પીડાનો સામનો કરવો પડે છે અને પોલીસ કેવી રીતે દેવદૂત સાબિત થઇ રહી છે. 

વ્યાજખોરો સામે વિનોદ જેઠવાની આપવીતી 

તેમને કહ્યું કે મે એક દિવસે નક્કી કરી લીધું હતુ કે અગાશીએથી કૂદી જઇશ અથવા તો ગળેફાંસો ખાઇ આપઘાત કરી લઇશ. મારી અંદર એક અજીબ પ્રકારની બેચેની થઇ રહી હતી. શરીર પર ફરી વળેલો પરસેવો આંખોમાંથી આંસુઓ રૂપે વહી રહ્યો હતો. હું સ્તબ્ધ થઇ ગયો હતો. પાંચ લાખ રૂપિયાની સામે મેં મારું મકાન લખી આપ્યું હતું, 11 લાખ 68 હજાર રૂપિયા ચૂકવ્યાં હતા, છતાં પેલો માણસ મહિને 15 હજાર રૂપિયા માંગી રહ્યો હતો.પાંચ લાખ રૂપિયા સામે ડબલ પૈસા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર તેને હેરાન કરતો હતો.

પોલીસ મદદ નહીં કરે તો છેલ્લો ઉપાય આપધાતનો નક્કી હતો અમરોલી પોલીસને માંડીને વાત કરી. બધી હકીકતો તપાસી એમણે મારા ખભે હાથ મૂક્યો અને કહ્યું, કે આપઘાતનો વિચાર ન કરતા,અમે તમારી સાથે છીએ!’ મારી આંખો ભીની થઇ ગઇ. હું રડી પડ્યો. પોલીસે તાત્કાલિક જગદીશ ગોધામ સામે ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. જગદીશ ગોધામની ધરપકડ થઇ એ પળ મારા જીવનની ખાસ પળ હતી. મેં આંખો બંધ કરી અને મારા પરિવારનો ચહેરો હસતો દેખાયો.

પોલીસે મને જગદીશ ગોધામનાં વ્યાજનાં ચુંગલમાંથી મુક્ત કરાવ્યો છે, એમણે મારા પરિવારને વીખેરાતા બચાવી લીધો છે. હવે નામદાર કોર્ટની મદદથી મને મારા ફ્લેટની ફાઇલ પાછી મળી જશે. વ્યાજના મહાચુંગાલમાંથી હું બચી ગયો અને મારો પરિવાર બચી ગયો. જ્યારે મારી પાસે આપઘાત સિવાય કોઇ વિકલ્પ બાકી ન હતો, ત્યારે સુરત પોલીસ મિત્ર બનીને મારી પડખે ઉભી રહી છે. તેમને પોલીસનો આભાર માન્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch