Thu,25 April 2024,2:03 pm
Print
header

સુરતમાં ત્રિપલ મર્ડર કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ, કારીગરોએ માલિક સહિત ત્રણની કરી નાખી છે હત્યા

સુરતઃ ફરી એક વખત સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, અમરોલી વિસ્તારમાં વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં ત્રણ હત્યાઓ કરાઇ છે, માલિકે કારીગરને કામ પરથી કાઢી મુકતા આ કારીગર તેના મિત્રોને લઇને પાછો આવ્યો અને કારખાનાના માલિક સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી.

આ મામલે મૃતકોના પરિવારજનો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક થઇ હતી, સંઘવીએ હત્યારાઓ સામે કડક પગલાં લેવાની અને કોર્ટમાં 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની ખાતરી આપી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

બે સગીર આરોપીઓની ધરપકડ કરાઇ છે, આ લોકોએ તીક્ષ્ણ હથિયારખી ત્રણ લોકોની હત્યા કરી નાખી છે. જેમાં કારખાનાના માલિક કલ્પેશ ધોળકીયા, તેમના પિતા ધનજી ધોળકીયા અને માલિકના મામા ઘનશ્યામ ભાઇની હત્યા કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch