Sat,20 April 2024,7:55 pm
Print
header

સુરતઃ તાપી નદીમાં ભરતીનું પાણી આવતા ત્રણ બાળકો ડૂબ્યા, 2 નાં મોત એકની શોધખોળ ચાલુ - Gujarat Post

સુરતની તાપી નદીમાં ભરતીનું પાણી આવતા ત્રણ બાળકો ડૂબ્યાં

2 બાળકોના મોત એકની શોધખોળ ચાલુ

ત્રણેય બાળકો રાંદેરના ઇકબાલ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં હતાં

સુરતઃ તાપી નદીના પટ પર રમતા ત્રણ બાળકો ડૂબ્યા હતા, જેમાં બે બાળકોના મોત થઇ ગયા છે. એક બાળકની શોધખોળ ચાલુ છે, રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમ નદીના પટ પર બાળકો રમતા હતા, અચાનક ભરતીનું પાણી આવતા બાળકો અંદર ફસાઇ ગયા હતા. આ અંગે પોલીસ અને  અડાજણના ફાયર બ્રિગેડના જવાનોને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. શોધખોળ કરતા બે બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતા. હજુ લાપતા એક બાળકની શોધખોળ ચાલુ છે.

ત્રણેય બાળકો રાંદેરના ઇકબાલ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં હતાં. રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં તાપી નદીના પટ ત્રણેય બાળકો રમવા ગયા હતા. અચાનક ભરતીનું પાણી આવતા બાળકો પાણીમાં ખેંચાઈ ગયા હતા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બે બાળકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. આ બાળકોના મોતના સમાચારથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch