Sat,17 October 2026,5:02 am
Print
header

સુરત: પતિ સામેની અરજીમાં મદદના નામે RTO એજન્ટે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું, ફોટા પાડી બ્લેકમેઇલ કરી

  • Published By
  • 2026-09-18 16:45:20
  • /

(demo pic)

  • અમે કુંનબી પાટીલ છીએ, તમારી કોઈ ઓકાત નથી કહી જાનથી મારી નાખવાની ધમકી આપી
  • મદદ અને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ ગયો હતો
  • ACP કક્ષાના અધિકારી તપાસ કરશે

સુરતઃ શહેરમાં મહિલા સાથે છેતરપિંડી આચરી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાની ચકચારી ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિ વિરુદ્ધ કરેલી પોલીસ અરજીમાં મદદની લાલચ આપી RTO એજન્ટે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત બ્લેકમેઇલ કરતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પાંડેસરા વિસ્તારની પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીનો નિકાલ કરાવી આપવાના બહાને ડિંડોલીના સણીયા ગામ ખાતે રહેતા RTO એજન્ટ સાગર રાજુભાઈ પાટીલે તેનો સંપર્ક કર્યો હતો. સાગરે પરિણીતાને હોટલમાં બોલાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સાગર પાટીલે મહિલા સાથેના વાંધાજનક ફોટો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી તે સતત બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. ફેબ્રુઆરી-2026 થી અત્યાર સુધી આરોપીએ પરિણીતાને હોટલ, મહિલાના ઘરે તેમજ પોતાના ઘરે બોલાવી અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું.

આરોપીની હેવાનીયત આટલેથી જ ન અટકી હતી. તેણે પરિણીતા અને તેની માતા સાથે ઉગ્ર ઝઘડો કરી જાતિવિષયક અપમાનજનક શબ્દો કહ્યાં હતા. આરોપીએ 'અમે કુંનબી પાટીલ છીએ અને તમારી કોઈ ઓકાત નથી' તેમ કહી બિભત્સ ગાળો ભાંડી પરિણીતાને થપ્પડ મારી દીધી હતી. સાથે જ જો કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch