ઝાડ સાથે ટકરાયેલી કારમાંથી મળ્યાં, CT સ્કેનમાં ગોળી હોવાનું ખુલ્યું
સુરત: સુરત વનવિભાગમાં ફરજ બજાવતા મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલબેન સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી હાલતમાં લોહીલુહાણ મળી આવ્યાં છે. આ બનાવ બન્યો ત્યારે મહિલા અધિકારીનો ચાર વર્ષીય પુત્ર પણ કારમાં હાજર હતો. ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલા મહિલા અધિકારીની હાલત નાજુક છે.
પ્રાથમિક માહિતી મુજબ, સોનલબેન તેમના ચાર વર્ષીય દીકરા સાથે પોતાની કારમાં કામરેજ- જોખા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઝાડ સાથે ટકરાયેલી હાલતમાં તેમની કાર મળી આવી હતી. તાત્કાલિક સોનલબેનને પી.પી. સવાણી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. શરૂઆતમાં તબીબોએ આ બનાવને અકસ્માત ગણીને સારવાર ચાલુ કરી હતી. જો કે, જ્યારે તબીબે સોનલબેનનો સીટી સ્કેન કર્યો, ત્યારે મગજમાં ગોળી હોવાનું માલૂમ પડ્યું હતું. સર્જરી કરીને ગોળી દૂર કરવામાં આવી હતી. પરંતુ તેમની હાલત નાજુક છે.
મહિલા ફોરેસ્ટ અધિકારી અને તેમના RTO ઇન્સ્પેક્ટર પતિ વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે, આ બનાવના માત્ર બે દિવસ પહેલાં જ RFO સોનલબેન સોલંકી દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમની ગાડીમાં GPS ડિવાઈસ લગાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ડિવાઇસ મહિલા અધિકારીની જાસૂસી માટે કોઈએ લગાવ્યું હશે.
આ વિવાદોની વચ્ચે સોનલબેન સોલંકી આજે ગોળી વાગેલી હાલતમાં મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પોલીસે આ મામલે હાલ પરિવારજનોની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
સુરત: ખાડી પૂરથી નુકસાન છતાં વળતર ન મળતાં આક્રોશ, મહિલાઓએ કલેક્ટર કચેરીએ ધરણા ધર્યા | 2026-08-12 18:11:31
APK ફાઇલ છેતરપિંડી કેસ: ગુજરાત પોલીસે બિહારમાંથી ચાર લોકોની કરી ધરપકડ | 2026-08-12 07:08:05
સુરત: રેગિંગથી કંટાળીને મેડિકલના વિધાર્થીએ કરી આત્મહત્યા, હોસ્ટેલમાં મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો | 2026-08-10 14:00:53
સુરતના માથાભારે સતિષ મરાઠાની ધાતકી હત્યાનો લાઈવ વીડિયો આવ્યો સામે | 2026-08-09 08:59:41