Fri,26 April 2024,5:24 am
Print
header

આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળતી હોય.. તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા નીકળવી જોઈએ

સુરતઃ કોરોના મહામારી વચ્ચે રાજકીય પાર્ટીઓ દ્વારા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી છે, જ્યારે નાગરિકો માટે ધાર્મિક પ્રસંગો કે લગ્નો સહિતના કાર્યક્રમો પર નિયંત્રણો મૂકી દેવામાં આવ્યાં છે. જેનો વિરોધ થઇ રહ્યો છે. સુરતમાં નેતાઓની રેલીઓને લઈને કટાક્ષ કરતાં બેનરો લાગ્યા છે. 

સુરતના નવાપુરા વિસ્તારમાં કોઈ નેતાના નામ લીધા વગર આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા નીકળવી જોઈએ તેવા બેનર લાગ્યા છે. ઉપરાંત ગણેશ ઉત્સવ અને નવરાત્રિ ઉત્સવ નહીં તો વોટ પણ નહીં તેમ લખવામાં આવ્યું છે. જેને લઈને કેટલાક નેતાઓની ચિંતા વધી ગઇ છે.

બેનરો લાગ્યા બાદ સ્થાનિક કોર્પોરેટર પોલીસ સ્ટેશન ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસકર્મીઓએ સ્થળ પર આવીને બેનરો ઉતારી લીધા હતા. સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થતા રાજકીય પાર્ટીઓ વિચારતી થઇ ગઇ છે. નોંધનિય છે કે અગાઉ ખાસ કરીને ભાજપની રેલીઓને લઇને કોરોનાનું સંક્રમણ વધી ગયું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch