Fri,19 April 2024,8:00 am
Print
header

સુરતઃ PI સલૈયા ફરી વિવાદમાં, કાયદાનાં રક્ષકોએ જ નિયમોના ઉડાવ્યાં ધજાગરા

સુરત PI કરાયા સસ્પેન્ડ, સસ્પેન્શનની કાર્યવાહી પછી નોંધાશે ગુનો

સુરતઃ કાયદો- વ્યવસ્થાનું પાલન કરાવનારી પોલીસ જ પોતે કાયદાના નિયમોના ધજાગરા ઉડાવી રહી છે. ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. રાતના 9 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થઈ જાય છે. અને જો કોઈ બહાર નીકળે તો તેને કોરોનાની ગાઈડલાઈન મુજબ દંડ કરવામાં આવે છે. પરંતુ પોલીસના કર્મચારીઓ જ તેનો ભંગ કરે તો શું થાય ? સુરતમાં એક પી.આઈની ઇકો સેલમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજયો હતો. અને આ વિદાય સમારોહ કર્ફ્યૂમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનાં ધજાગરા ઉડ્યાં છે. 

સુરતનાં સિંગણપોર પોલીસ મથકનાં પીઆઇ એ.પી.સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી હતી, તેથી સિંગણપોર સ્ટાફે કુમકુમ ફાર્મ હાઉસમાં ઉજવણી કરી હતી. રાત્રિ કર્ફ્યૂમાં થયેલી આ ભવ્ય ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. પીઆઈ સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે.આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યાં હતા. ઉપરાંત અન્ય બ્રાન્ચનાં પોલીસકર્મીઓ પણ હાજર રહ્યાં હતા.પોલીસ કર્મચારીઓના આ કાર્યક્રમમાં કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવ્યું નથી. તેમજ માસ્ક પહેર્યાં વગર પણ અનેક લોકો ફરી રહ્યાં હતા.

આ ઘટનાને લઈને પોલીસની ટીકા થઈ રહી છે. આ ઘટના સામે સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ તો આપ્યા છે,પણ આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. નોધનિય છે કે સુરતમાં 9 વાગ્યા બાદ કર્ફ્યૂ લાગી જાય છે અને માસ્ક વગર કોઈ વ્યક્તિ બહાર ફરતું દેખાય તો પણ તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch