Thu,25 April 2024,4:58 am
Print
header

રાજીનામું આપનાર કોન્સ્ટેબલ સુનિતા યાદવના સપોર્ટમાં ઉતર્યાં લોકો, મંત્રી કાનાણીના પુત્ર સામે ગુનો દાખલ

# I Support Sunita Yadav
સોશિયલ મીડિયામાં સુનિતા યાદવની કામગીરીના વખાણ 

 

સુરતઃ કોરોનાની મહામારીમાં કર્ફ્યુમાં રાત્રે માસ્ક વગર ગાડી લઇને નીકળેલા યુવાનોને રોકીને તેમની ધૂળ કાઢી નાખનાર અને મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનું ભાન કરાવનાર પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવે રાજીનામું આપતા તેની તરફેણમાં સોશિયલ મીડિયામાં કેમ્પેઇન શરૂ થઇ ગયું છે, સુનિતા અને પ્રકાશ કાનાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં પ્રકાશ કાનાણીએ સુનિતાને 365 દિવસ ડ્યૂટી કરાવવાની ચીમકી આપી હતી, સામે મહિલા કોન્સ્ટેબલે કાનાણીને કહી દીધું હતુ કે હું તમારી ગુલામ નથી અને અહીં કાયદાનું રક્ષણ કરવા ડ્યૂટી કરી રહી છું. ઇમાનદારીથી ડ્યૂટી કરવા છંતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને તેના ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળ્યો ન હતો.

પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા પછી લોકોમાં પણ મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને ભાજપ સરકારની કામગીરી સામે રોષ છે, કારણ કે સુનિતાએ તો કાયદાનું પાલન કરાવવા ગાડી રોકી હતી, જેમાં માસ્ક વગરના 5 લોકો હતા અને તેમને બચાવવા પ્રકાશ કાનાણીએ મહિલા કોન્સ્ટેબલ પર રૌફ જમાવ્યો હતો.

સોશિયલ મીડિયામાં હેશટેગ I support sunita yadav ના નામે ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે, પોલીસકર્મીઓ અને જનતા હવે સુનિતાની પડખે ઉભા થઇ ગયા છે, બીજી તરફ પોલીસ કમિશનરે આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.અને પ્રકાશ કાનાણી અને તેના મિત્રો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch