એસીપી સમગ્ર ઘટનાની તપાસ કરશે, કુમાર કાનાણીને સીએમ રૂપાણીએ ખખડાવ્યાંની ચર્ચા
સુરતઃ પોલીસને ઓન ડ્યૂટી હેરાન કરવાનો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જેમાં રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવનો એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં મંત્રી પુત્ર પ્રકાશ કાનાણી તેના મિત્રો અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે જોરદાર બબાલ થઇ રહી છે, રાત્રે 10.30 વાગ્યાની આસપાસ કર્ફયૂંમાં પ્રકાશ કાનાણીના મિત્રો બહાર એમએલએ લખેલી ગાડી લઇને નીકળ્યાં હતા, સુરતમાં કોરોનાનો કહેર છે, તેમ છંતા આવા લોકો બેદરકારી રાખી રહ્યાં છે.
શહેરના માનગઢ ચોક પર પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવે ચાર લોકોને રોકતા બોલાચાલી થઇ હતી. જેમાં મંત્રી પુત્રએ અહી આવીને મિત્રોને બચાવવા વચ્ચે પડીને દાદાગીરીનો પ્રયાસ કર્યો હતો, પ્રકાસ કાનાણીએ મહિલા કોન્સ્ટેબલને 365 દિવસ ડ્યૂટી પર ઉભા રાખવાની ચીમકી આપતા મહિલા કોન્સ્ટેબલ ગુસ્સે ભરાયા હતા અને ચોખ્ખુ કહી દીધું હતુ કે હું તમારી ગુલામ નથી. આ પોલીસની વર્દી અમને ડ્યૂટી કરવા જ આપી છે, મામલો બિચક્યો હતો અને બાદમાં કુમાર કાનાણીના પુત્રને ખબર પડી કે આ મુદ્દો ગરમાય તેમ છે, જેથી તેને તેના મિત્રોને અને મહિલા પોલીસને શાંતિ રાખવાની અપીલ કરી હતી. આ મામલે વરાછાના પીઆઈને સુનિતા યાદવે જાણ કરી તો અહીંયા પણ ડ્યૂટી કરનાર મહિલાએ સાંભળવું પડ્યું હતુ, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નેતા પુત્રની તરફેણ કરી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે નિયમો તોડનાર નેતા પુત્ર અને તેના સાથીઓ સામે કાર્યવાહીની માંગ થઇ રહી છે. આ ઘટનાની એસીપી લેવલે તપાસ થશે અને સીએમ રૂપાણીએ પણ કુમાર કાનાણીને આ મામલે ઠપકો આપ્યો હોવાની ચર્ચા છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23