Tue,17 June 2025,10:21 am
Print
header

સુરત મોડલ આપઘાત કેસમાં ઘટસ્ફોટ, પ્રેમી ડામ આપતો હતો અને અંગત ફોટો વાઇરલ કરવાની આપી હતી ધમકી

  • Published By
  • 2025-05-21 12:42:13
  • /

સુરતઃ મધ્યપ્રદેશના શિવપુરીની 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌર એપ્રિલ મહિનાના એન્ડમાં સુરત આવી હતી.તે સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથિ કોમ્પ્લેક્સના એક રૂમમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. મોડેલિંગ કામ અર્થે આવેલી સુખપ્રીત કૌરે ગત 2 મે, 2025ના રોજ ઘરમાં એકલી હતી, એ દરમિયાન પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક સુખપ્રીત કૌર પ્રેમી મહેન્દ્ર રાજપૂત સાથે લિવ-ઈનમાં રહેતી હતી. મહેન્દ્ર રાજપૂત તેને માનસિક-શારીરિક ત્રાસ આપતો હોવાનું સામે આવતાં મોડેલના પિતા દ્વારા મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ દુપ્રેરણાનો ગુનો દાખલ કરાયો હતો. મોડેલે લખેલી એક નોટ પણ સામે આવી હતી, જેમાં લિવ-ઇનમાં રહેતો પ્રેમી જ તેને ઘરમાં ગોંધી રાખી હાથ-પગમાં બ્લેડના કાપા મારતો હતો અને પગમાં ડામ પણ આપતો હોવાનું જણાવ્યું હતું. નરાધમ તેને સતત બ્લેકમેલ કરતો હોવાનું પણ જણાવ્યું હતું.

સ્યૂસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, હું સુખપ્રીત સંધુ, સુરતમાં મુખ્ય મોડેલિંગ એજન્સીમાં મોડેલ તરીકે કામ કરતી હતી, ત્યાં મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ. અમે સારાં મિત્રો બની ગયાં અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં. લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું, હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો, પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો કે મારા અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરીશ. જાનથી મારી નાખવાની ધમકીઓ, અપશબ્દો બોલીને મને બ્લેકમેઇલ કરતો રહ્યો. 19 ડિસેમ્બરના રોજ તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને એક દિવસ સુધી ગોંધી રાખી હતી અને મારા હાથ, પગમાં બ્લેડના ઘા માર્યા હતા મારા પગમાં ડામ આપ્યા હતા. હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી, પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો મેં આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખશે. આ કેસમાં પોલીસે આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch