Sat,20 April 2024,8:01 pm
Print
header

સુરતમાં ડોકટર યુવતીએ ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને મોતને કર્યું વ્હાલું, માતાનું હૈયાફાટ રૂદન

માતાએ કહ્યું કે મેં મારો ઝળહળતો સિતારો ગુમાવ્યો

સુરતઃ સ્મીમેર હોસ્પિટલની રેસિડન્ટ તબીબે ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ લેતા તેનું મોત થઇ ગયું છે.દીકરીનો મૃતદેહ જોઈને માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. હજુ સુધી તબીબ યુવતીની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. કનુભાઈ પટેલને સંતાનમાં બે દીકરીઓ હતી. જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી, ગાયનેક વિભાગમાં કામ કરતી હતી.

ગઈકાલે સાંજે છેલ્લીવાર તેની માતા સાથે વાત થઇ હતી. બાદમાં તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આજે તેની માતા હોસ્પિટલના ક્વાર્ટરમાં પહોંચીને દરવાજો ખોલ્યો ત્યાં જીગીશાનો મૃતદેહ મળી આવ્યો હતો. માતાએ દીકરી જીગીશાને આ હાલતમાં જોતા જ હૈયાફાટ રૂદન શરૂ કરી દીધું હતુ, કહ્યું મેં મારો ઝળહળતો સિતારો ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેણે હાથ પર ઈન્જેક્શનના ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી હતી. હાલમાં આ કેસની પોલીસે વધુ તપાસ શરુ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch