Fri,28 March 2025,1:25 am
Print
header

ACB ટ્રેપઃ આ ગ્રામ પંચાયતના તલાટીને ઓછી ઉંમરમાં જ લાંચ લેવાની લત લાગી, આટલા રૂપિયા લેતા ઝડપાયા

સુરતઃ એસીબીએ લાંચ લેનારા તલાટી કમ મંત્રીની ધરપકડ કરી છે, સુરત જિલ્લાના મહુલા તાલુકાની ગોપલા ગ્રામ પંચાયત અને દેહવાસણ ગ્રામ પંચાયત કચેરીના તલાટીએ પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનોના બાંધકામના બિલ પાસ કરવા 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને 8 હજાર રૂપિયા લેતા એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
 
આરોપી કેયુર રમેશભાઇ ગરાસીયાએ ગોપલા ગ્રામ પંચાયતની કચેરીનાં પગથીયા પર જ લાંચના નાણં લીધા અને તેઓ ઝડપાઇ ગયા હતા. ફરિયાદી હેરાન થઇ રહ્યાં હતા અને લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં લાંચ લેતા તલાટી ઝડપાઇ ગયા હતા. આ તલાટીના મોઢા પરથી તો લાગી રહ્યું છે કે તેઓ થોડા સમય પહેલા જ સરકારી નોકરીમાં લાગ્યા હશે અને તેમને નોકરીની શરૂઆતમાં જ લાંચ લેવાનું શરૂ કરી દીધું હશે.

જો તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો તમે પણ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો, તમે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ આપી શકો છો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch