Thu,25 April 2024,11:04 am
Print
header

ભાજપમાં સક્રિય રહેલા અને આનંદીબેન પટેલના નજીકના આગેવાન ભીખાભાઈ લખાણીની AAPમાં એન્ટ્રી

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે ત્યા નેતાઓ પાર્ટીઓની અદલા બદલી કરી રહ્યાં છે. ભાજપ આગેવાન ભીખાભાઇ લખાણીએ 200 કાર્યકર્તાઓ સાથે ભાજપ છોડીને આપનું ઝાડું પસંદ કર્યું છે. સુરતમાં 16 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા રહેલા ભીખાભાઈ લખાણીએ આપમાં એન્ટ્રી કરી લીધી છે. ભાજપમાં કામ કરનાર ભીખાભાઇ લખાણી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના નજીકના કાર્યકર હતા. સુરતમાં AAP પોતાની સ્થિતિ દિન પ્રતિદિન મજબૂત કરી રહ્યું છે. 

સુરતમાં પૂર્વ વોર્ડ નંબર- 3 ના કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી 200 કાર્યકરો સાથે AAPમાં જોડાયા છે. આમ આદમા પાર્ટીના નેતા મહેશ સવાણી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આપનો ખેસ પહેરાવીને ઢોલ નગારા વગાડીને તેમનું AAPમાં સ્વાગત કર્યું છે. સવાણીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યાં છે.સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યાં છે. તેમને આશા છે કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થવું નક્કી જ છે. લોકો ભાજપના શાસનથી હવે કંટાળી ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch