સુરતઃ પુણા કુંભારીયા રોડ પર નીકળેલી મહિલાનું કારની અડફેટે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયા સામે આક્ષેપો કર્યાં હતા કે મહિલાનું કાર અડફેટે મોત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. જેથી પોલીસે તપાસ શરૂ કરતા પતિનો ફાંડો ફૂટી ગયો છે. મૃતકના પરિવારજનોના આક્ષેપો સાચા નીકળ્યાં છે. મહિલાનું કાર અડફેટે મોત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા મહિલાના પતિએ તેના એક મિત્ર સાથે મળીને કરી હતી. પતિએ પહેલા પત્નીનું ગળું દબાવીને બેભાન કરી દીધી હતી. બાદમાં તેના માથા પર ટ્રકનું ટાયર ફેરવી દીધું હતું. સમગ્ર ફાંડો ફૂટતા પોલીસે મૃતકના પતિ અને તેના મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સારોલીગામે આવેલી સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજકુમાર સોહનસિંગ યાદવ પત્ની શાલીની સાથે રહેતો હતો. ગઇ તારીખ 8-1-2021 ના રોજ પતિ અનુજ તેની પત્નીને લઈને મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. દરમિયાન સર્વિસ રોડ પર અજાણ્યો ઇસમ તેની પત્નીને અડફેટે લઈને ફરાર થઇ ગયો હતો. જેમાં તેનું પત્નીનું મોત નીપજ્યું હોવાની વાત કરી હતી. આ ઘટના અંગે અનુજે પુણા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. શાલીનીના માતા-પિતાને શંકા હતી કે તેમની દીકરીનું અકસ્માતમાં નહીં પણ તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસે CCTV ફૂટેજ, સગા સંબંધીઓની પૂછપરછ અને પતિ અનુજની કડક પૂછપરછ કરતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઇ હતી.
પોલીસ સામે અનુજે જણાવ્યું હતું કે, તેમણે અને તેના મિત્રએ મળીને તેની પત્નીની હત્યા કરી હતી,આજથી દોઢ વર્ષ પહેલા તેમની પત્ની સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો. તે બાબતે પત્નીએ માતા પિતાને કહેતા પત્નીના પિતા કાકા અને ભાઈઓએ અનુજને માર માર્યો હતો.બાદમાં આરોપીના મામાએ સમાધાન કરાવ્યું હતું, સમાધાન થયા પછી પણ પત્ની સાથે ઝઘડો થયા કરતો હતો. તેના સાગરિત પાલ આર.ટી.ઓ ખાતે ખુલ્લા ઝુંપડામાં રહેતા મોહમ્મદ નઈમ ઉર્ફે પપ્પુ સાથે મળીને અકસ્માતના નામે હત્યાનો પ્લાન બનાવ્યો હતો.આખરે પોલીસ તપાસમાં આરોપીએ ગુનાની કબુલાત કરતા પોલીસે પતિ અને તેના સાગરિતની ધરપકડ કરી લીધી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Muthoot ફાઇનાન્સના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટનું પડી જવાથી મોત, પોલીસે શરૂ કરી તપાસ
2021-03-07 10:16:28
અમેરિકામાં NRI પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, મૂળ સુરતનો પરિવાર અહીં ચલાવતો હતો મોટલ
2021-03-07 09:53:17
સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લૂંટારુઓ દેખાયા CCTVમાં
2021-03-07 09:11:00
મોદીને સાંભળવા કોલકત્તામાં સવારથી લોકો ઉમટ્યા, મિથુન ચક્રવર્તી પણ જોડાશે ભાજપમાં
2021-03-07 08:58:42
West Bengal Election: કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો વધુ વિગતો
2021-03-07 08:51:08
નિવૃત આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર છેતરાયા, શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂ.18 લાખની છેતરપિંડી
2021-03-06 19:41:43
ગુજરાતના દારૂના શોખીનો માટે માઠા સમાચાર, રાજસ્થાનમાં પ્રવેશતા કોરોનાનો નેગેટિવ ટેસ્ટ આપવો ફરજિયાત
2021-03-06 16:54:07
PM મોદી 12 માર્ચે આવશે અમદાવાદ, સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાને કરાવશે પ્રસ્થાન
2021-03-06 16:50:37
ગિરનાર જતા પ્રવાસીઓને લઇને આવ્યાં મહત્વના સમાચાર, જાણો કેમ બંધ કરાયો રોપ-વે ?
2021-03-06 09:05:56
17 વર્ષના છોકરાએ માતા-પિતા- બહેનની કુહાડી મારીને કરી નાખી હત્યા, કારણ જાણીને તમે ચોકી ઉઠશો
2021-03-05 21:47:09
છેલ્લી સેલ્ફી....કેનાલ પર આવજોની સેલ્ફી કાયમ માટેની વિદાય બની ગઇ, જાણો શું છે કિસ્સો ?
2021-03-05 21:29:33