સુરતઃ વરાછા વિસ્તારમાં રહેતા એક આધેડ વ્યક્તિને ફેસબુક પર મિત્રતા કરીને મળવા બોલાવ્યાં હતા અને મહિલા સહિતની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યાં હતા. મહિલાએ આધેડને મળવા બોલાવીને તેમનો વીડિયો બનાવીને માર માર્યો હતો.તેમને રેપ કેસમાં ફસાવીને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને રૂ. 9 લાખ પડાવ્યાં હતા. તેમ છંતા તેમને હેરાન કરાઇ રહ્યાં હતા,આ બનાવ અંગે આધેડે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 મહિલાઓ સહિત 2 પુરૂષોની ધરપકડ કરી હતી.
વરાછા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય આધેડ એક જવેલરી શોપમાં નોકરી કરે છે.7 ડિસેમ્બરના રોજ એક મહિલાના ફેસબુકમાંથી તેમને મેસેજ આવ્યો હતો, બાદમાં તેમને વાતચીત શરૂ કરી હતી. બાદમાં મહિલાએ વીડિયો કોલ કર્યો હતો અને તે સુરતમાં રહે છે તેવું જણાવ્યું હતું. પછી બીજા દિવસ ફરીથી વીડિયો કોલ કરીને આધેડને મહિલાએ મળવા માટે બોલાવ્યાં હતા. હરીધામ સોસાયટીના બીજા માળે મકાન નં-144માં લઈ જઈને એક રૂમમાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાનું નાટક કરીને વીડિયો ઉતાર્યો હતો મકાન પર હાજર 4 મહિલાઓ અને 2 પુરૂષોએ આધેડને ગડદાપાટુનો માર મારીને વીડિયો વાયરલ કરવાનો તેમજ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
પોલીસે ઉત્પલ રમેશભાઈ પટેલ (ઉ.વ. 25), અરવિંદ જીવરાજભાઈ મુંજપરા (ઉ.વ. 32), સંગીતા અરવિંદ જીવરાજભાઈ મુંજપરા (ઉ.વ.31), ભાવના હીરાભાઈ રાઠોડ (ઉ.વ. 39), રેખા મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 37), અલ્કા રજનીકાંતભાઈ ગોંડલીયા (ઉ.વ. 22) ની ધરપકડ કરી લીધી છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડીને 5.73 લાખ રૂપિયા સહિત 7 મોબાઈલ, કાર સહિત કુલ 6.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.હાલ પોલીસે આ મામલે પકડાયેલા આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41