ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા, ન્યાય મળતા જ પરિવારજનો કોર્ટરુમમાં જ રડી પડ્યાં
સુરતઃ પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.આજે ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા.
કોર્ટ કહ્યું કે દંડ દેવો સરળ નથી, મારી 28 વર્ષની કારકિર્દીમાં આ કેસ રેરેસ્ટ ઓફ રેર માનવામાં આવે છે. આરોપીએ ઠંડા કલેજે 2 લોકોની હત્યા કરવાનો પ્રયાસ હતો, ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી, તેનાં પણ સપનાં હતાં, 506 પાનાંનું જજમેન્ટ તૈયાર તૈયાર હતો. ગ્રીષ્માના પિતાએકહ્યું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. આ ન્યાયપ્રક્રિયા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર માન્યો હતો. પરિવારના સભ્યો કોર્ટ રૂમમાં જ રડી પડ્યા હતા. ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વીડિયો મહત્વના રહ્યાં છે જે અહીં લોકોએ ઉતાર્યાં હતા.
જાણો સમગ્ર ઘટના શું હતી ?
સુરતના કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આરોપીએ ચપ્પુનો ફ્લિપકાર્ટમાં ઓર્ડર કર્યો હતો.ઓર્ડર કેન્સલ થતા તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું, બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. હત્યારાએ હત્યા કરતાં પહેલાં રેકી કરી હતી. ગ્રીષ્મા વેકરિયાની હત્યા કર્યાં બાદ તેને હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યાં હતા. બાદમાં કેસની તપાસમાં એક પછી એક મોટા ઘટસ્ફોટ થયા હતા અને હવે ગ્રીષ્મા વેકરિયાને ન્યાય મળ્યો છે, સાથે જ આવો હવે પછી કોઇ કિસ્સો ન થાય તે હેતુથી આરોપીને ફાંસીની સજા મળી છે, જેથી કોઇ આવો રોમિયો ફરી કોઇ ગ્રીષ્માની હત્યા ન કરી શકે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41