Thu,25 April 2024,8:49 pm
Print
header

સુરત લક્ઝરી બસ આગ દુર્ઘટના, મૃતક યુવતી ગોવા હનિમુન મનાવીને પરત ભાવનગર જઇ રહી હતી- Gujarat Post

પતિ સળગતી બસની બારીમાંથી કૂદી ગયો પરંતુ પત્ની બારીમાં ફસાઈ જતાં મોત

સુરતઃ શહેરના હીરાબાગ સર્કલ પાસે ગઇ રાત્રે રાજધાની ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં આગ લાગતાં એક યુવતીનું મોત થઇ ગયું છે. મૂળ ભાવનગરની મૃતક યુવતી લગ્ન બાદ પતિ સાથે હનિમૂન માટે ગોવા ગઈ હતી. ત્યાંથી પરત ફરીને સુરતથી ભાવનગર જવા નીકળ્યાં હતા, ત્યારે બસમાં આગની દુર્ઘટના બની હતી, જેમાં પતિ સળગતી બસની બારીમાંથી કૂદી ગયો અને પત્ની બારીમાં જ ફસાઈ જતાં તેનું મોત થયું હતું. રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વિકરાળ બની હતી 

ભાવનગરના રહેવાસી વિશાલ નવલાનીના લગ્ન થોડા સમય પહેલાં જ તાનિયા નામની યુવતી સાથે થયા હતા. કપલે ગોવા જવા માટે સુરતથી રિટર્ન ફ્લાઇટ બુક કરાવી હતી ભાવનગરથી તેઓ સુરત આવ્યાં, સુરતથી ફ્લાઈટમાં ગોવા ગયા હતા. ગત રોજ તેઓ ગોવાથી સુરત પરત આવ્યાં હતાં. રાત્રે રાજધાની લક્ઝરી બસમાં ભાવનગર જવા માટે નીકળ્યાં હતા, ત્યારે જ લક્ઝરી બસમાં અચાનક જ ભીષણ આગ લાગતા બસમાં બેસેલા મુસાફરોમાં દોડધામ મચી ગઇ હતી. જ્યાં આ યુવતીનું મોત થઇ ગયું હતુ, જેથી તેમના પરિવારજનો આઘાતમાં ચાલ્યાં ગયા છે. 

વિશાલ સળગતી હાલતમાં બસની બારીમાંથી કૂદી ગયો અને તેની પત્ની તાનિયા બસમાં ફસાઈ ગઈ હતી, જેને કારણે આ ભીષણ આગમાં તેનું મોત થયું હતું. વિશાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch