Wed,15 July 2026,12:44 am
Print
header

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 10 કલાકમાં 10 ઇંચ વરસાદથી સુરત પાણીમાં ગરકાવ

  • Published By
  • 2026-07-07 18:14:38
  • /
  • રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકાઓમાં વરસાદ
  • સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 12 ઈંચ, 
  • સુરત શહેરમાં 10 ઈંચથી વધુ. સુરતના પલસાણા તેમજ નવસારીમાં 8- 8 ઈંચ વરસાદ નોંધાયો

ગાંધીનગરઃ ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતમા મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવતાં શહેર  જળબંબાકાર થયું છે. બોટ અને ટ્રેક્ટરથી રેસ્ક્યૂ કરવાની નોબત આવી છે.

સુરત સહિત પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે 5 ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા, જ્યારે આજે પણ સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના લીધે સાંજે 4 વાગ્યા સુધીમાં 10.26 ઇંચ વરસાદથી ચારેકોર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ટ્રેક્ટર અને બોટથી રેસ્ક્યૂં કરવાની ફરજ પડી રહી છે.

સુરત શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે સર્જાયેલી હોનારતમાં એક બાળકીનું કરંટ લાગવાના કારણે અને એક મહિલાનું વીજળી પડવાના કારણે મોત નીપજ્યું છે. આ સિવાય સહારા દરવાજા ગરનાળામાં મુસાફરોથી ભરેલી એક એસટી બસ ફસાઈ ગઈ હતી, જોકે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે.

શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે સુરત શહેરમાંથી ઉપડતી તમામ એસટી બસોને રોકી દેવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાણી ઉતર્યા બાદ સ્થિતિનું નિરીક્ષણ કરીને સ્થિતી સામાન્ય કરાશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch