Tue,16 April 2024,9:35 pm
Print
header

સુરતમાં ફરી આગથી અફરાતફડી, લોકો બિલ્ડીંગની બહાર લટકતા જોવા મળ્યાં

સુરતઃ આગની એક પછી એક ઘટનાઓ સુરતમાં બની રહી છે, આ વખતે શહેરના સગરામપુરામાં એક એપાર્ટમેન્ટમાં આગને કારણે લોકોમાં દોડધામ મચી ગઇ હતી, ફ્લેટની બારીની બહાર લોકો લટકી રહેલા જોવા મળ્યાં હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અનેક લોકોના રેસક્યું કરાયા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટમાં રાખેલા વીજ મીટરમાં આગ લાગી હતી અને બાદમાં આગ ચોથા માળે પ્રસરી હતી, જેથી કેટલાક લોકો ઘરોની બહાર દોડી ગયા હતા અને ઉપરના માળે જે લોકો હતા તે બારીમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. જેમાં અનેક લોકોને બચાવી લેવાયા હતા આ બિલ્ડીંગ ઘણું જૂનું છે અને અહીં આગ લાગતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો, રસ્તા પરથી પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતુ કે લોકો બારીઓમાં લટકી રહ્યાં છે જો કે કોઇ જાનહાનિ થઇ નથી અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch