Tue,29 April 2025,1:26 am
Print
header

નકલીની બોલબાલા... હવે સુરતમાંથી નકલી વિજિલન્સ પીએસઆઇ પકડાયો

સુરતઃ રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે, પહેલા નકલી ટોલનાકુ, નકલી આઇપીએસ, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓ અને હવે વધુ એક નકલી પીએસઆઇ ઝડપાયો છે.

સુરત પોલીસે રોનક કોઠારી નામના શખ્સની ધરપકડ કરી છે, જેને ટ્રાફિક પોલીસને પોતે વિજિલન્સ પીએસઆઇ હોવાની ઓળખ આપી હતી.

સુરત ટ્રાફિક પોલીસે દારૂના નશામાં ધૂત બે શખ્સોની અટકાયત કરી હતી. આ બંનને છોડાવવા રોનક કોઠારી પહોંચ્યો હતો અને તેને પોતાની ઓળખ વિજિલન્સ પીએસઆઇ તરીકે આપી હતી. તે પોતાનું આઇડી કાર્ડ આપી શક્યો ન હતો, જેથી આ મામલે પોલીસને ખબર પડતા તેની તપાસ કરી તો તેના મોબાઇલમાંથી પોલીસ વર્દીના ફોટો પણ મળી આવ્યાં છે, હાલમાં તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch