Wed,24 April 2024,6:59 pm
Print
header

સુરતમાંથી રૂપિયા 25 કરોડ 80 લાખની નકલી ચલણી નોટો ઝડપાઇ, ફિલ્મ શુટિંગ માટે લવાયાનું આવ્ચું સામે- Gujarat Post

એમ્બ્યુલન્સમાં લવાઇ હતી આ નોટો

રૂ.2000 ની ચલણી નોટોનો જથ્થો જપ્ત 

સુરતઃ કામરેજમાંથી 25 કરોડ 80 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાતા પોલીસે તપાસ શરૂ કરી છે. દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી આ નોટોનો જથ્થો ઝડપાયો છે. પોલીસે હાલમાં આ મામલે તપાસ શરૂ કરી દીધી દીધી છે. અહીંની રાજ હોટલ પાસે એક એમ્બ્યુલન્સમાંથી આ નકલી નોટોનો જથ્થો ઝડપાયો છે.

ભાવનગરથી આવતી એક એમ્બ્યુલન્સમાં 2000 રૂપિયાની આ નકલી ચલણી નોટો હતી.આ ચલણી નોટો કોઇ ફિલ્મના શુટિંગ માટે લાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, એટલે કે ફિલ્મોમાં જ નોટો બતાવવામાં આવે છે તે છે. જો કે પોલીસે આ મામલે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નાખી, ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ નોટો ક્યાંથી લાવીને ક્યાં લઇ જવાતી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch