Wed,18 February 2026,12:09 pm
Print
header

સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ

  • Published By
  • 2026-01-12 18:30:28
  • /

સુરતઃ પુણા પર્વત પાટિયા વિસ્તારમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા વળાંકો આવી રહ્યાં છે. મુખ્ય આરોપી ઈશા અનઘણની ધરપકડ બાદ હવે આ કેસના તાર વિદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

પોલીસને ઈશાના મોબાઈલની તપાસ દરમિયાન લંડનમાં રહેતા જનક જાગાણી સાથેની વોટ્સએપ ચેટ મળી આવી છે. આ ચેટમાં ડ્રગ્સના નેટવર્ક, લેવડ-દેવડ અને કોડવર્ડનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ પૂરૂ પાડનાર મુખ્ય કડી બ્રિજેશ ભાલોડીયા (ઉર્ફે જીતુ) હાલ ફરાર છે. પોલીસની અલગ-અલગ ટીમો તેને પકડવા માટે દરોડા પાડી રહી છે.

ઈશાનો મોબાઈલ ફોન કબ્જે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. તેના ડેટા રિકવર થયા બાદ આ રેકેટમાં સામેલ અન્ય મોટા માથાઓના નામ બહાર આવી શકે છે.

સુરત પોલીસ આ આંતરરાષ્ટ્રીય લિંકની ગંભીરતાથી તપાસ કરી રહી છે. વોટ્સએપ ચેટના વિશ્લેષણ બાદ જરૂર પડશે તો પોલીસ ઈશા અનઘણના ફરીથી રિમાન્ડ મેળવી પૂછપરછ કરશે. પોલીસ એ પણ શોધી રહી છે કે આ ડ્રગ્સ સુરતમાં કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું અને સ્થાનિક સ્તરે તેને કોણ મદદ કરી રહ્યું હતું.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch