સુરતઃ શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અલથાણ કોમ્યુનિટી હોલમાં એક મહિલા અને એક પુરુષની હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રવિવારે એક પુરુષ અને એક મહિલાને લોખંડના સળિયા વડે માર મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસે બંને મૃતદેહોનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યાં છે. ખટોદરા પોલીસ સ્ટેશને આ ડબલ મર્ડરની તપાસ શરૂ કરતાં મૃતક મહિલાનું નામ શારદા રાઠોડ અને પુરુષનું નામ અર્જુન ઉર્ફે લંગડા હોવાનું બહાર આવ્યું હતું.
પતિએ પત્ની અને તેના બોયફ્રેન્ડની કરી હત્યા
પોલીસ તપાસ દરમિયાન મૃતક મહિલા શારદા રાઠોડના પતિ મુકેશ રાઠોડે આ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. મુકેશને પકડવા માટે ખટોદરા પોલીસ સ્ટેશને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. દરમિયાન પોલીસને જાણ થઈ હતી કે પત્ની શારદા અને તેના પ્રેમી અર્જુનની હત્યા કર્યા બાદ મુકેશ સુરતના ડુમ્મસ વિસ્તારમાં એક સંબંધીના ઘરે છુપાઈ ગયો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
પોલીસે ઘટના સ્થળ પર દરોડા પાડ્યાં હતા. પોલીસની જોઇને આરોપી ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આ પછી પોલીસે તેનો પીછો કરીને તેને પકડી લીધો હતો. સુરત પોલીસના જણાવ્યાં અનુસાર અલથાણ વિસ્તારમાંથી બે મૃતદેહ મળી આવ્યાં હતા. મૃત્યું પામનાર પુરૂષનું નામ અર્જુન અને મહિલાનું નામ શારદા રાઠોડ છે.
આરોપી પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંનેની હત્યા શારદા રાઠોડના પતિ મુકેશ રાઠોડે કરી છે. રાત્રે મુકેશે તેની પત્ની અને અર્જુનને એવી હાલતમાં જોયા કે તેનો ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં બંને પર લોખંડના સળિયા વડે હુમલો કરીને બંનેની હત્યા કરી નાખી હતી.
બંને વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો
પોલીસના જણાવ્યાં અનુસાર મુકેશ રાઠોડ સામે અગાઉથી બે કેસ નોંધાયેલા છે. તેમાંથી એક કેસમાં તેને આજીવન કેદની સજા થઈ હતી અને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક પુરુષ અને મહિલા વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
ACB એ એક જ દિવસમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા, GST અધિકારી અને નાયબ મામલતદાર પર સકંજો | 2025-03-20 19:52:48
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું | 2025-03-11 17:04:00
સુરતમાં સામૂહિક આપઘાતથી પરિવાર વિખેરાયો, લોનના હપ્તા ન ભરી શકતા પરિવારનો આપઘાત- Gujarat Post | 2025-03-08 14:56:13
બેશરમીથી સગીરને માર મારનારા PSI ને સુરતથી મોરબી પાછા મોકલી દેવાયા, પીએમના કાર્યક્રમ પહેલાનો બનાવ | 2025-03-07 21:10:42