મંગેતર સાથે જતી હતી તે જ ચાય પાર્ટનર કાફેમાંથી કૂદીને જીવન ટૂંકાવ્યું
આપઘાત પાછળનું કારણ અકબંધ, પોલીસે શરૂ કરી તપાસ
સુરત: સરથાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જ્યાં લગ્નના માત્ર બે મહિના પહેલાં જ એક મહિલા ફિઝિયોથેરાપી ડોક્ટરે શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મૃતક ડોક્ટરની ઓળખ રાધિકા જમનભાઈ કોટડીયા (ઉં.વ. 28) તરીકે થઈ હતી, જેઓ મૂળ જામનગર જિલ્લાના મોટી ભેગડી ગામના વતની હતા અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હતા.
રાધિકા સરથાણા જકાતનાકા પાસે આવેલા વિકાસ શોપર્સમાં શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. મળતી માહિતી મુજબ, છ મહિના પહેલાં જ તેની સગાઈ થઈ હતી અને આગામી 19 ફેબ્રુઆરી 2026ના રોજ તેમના લગ્ન થવાના હતા. રાધિકા તેના મંગેતર સાથે સરથાણા બિઝનેસ હબના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં અવારનવાર જતી હતી.
શુક્રવારે સાંજે 7:15 વાગ્યે તે આ જ કાફેમાં ગઈ હતી. જ્યારે અન્ય કપલો હળવાશની પળો માણી રહ્યાં હતા, ત્યારે રાધિકા અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાળી પર ચઢીને નીચે ઝંપલાવી દીધું હતું. નીચે પટકાતાં માથાના ભાગે અને શરીર પર ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ પોલીસ પીઆઇ કે. એ. ચાવડા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં મંગેતર સાથેના અણબનાવોના કારણે રાધિકાએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રાધિકાના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર છે. બે મહિના બાદ જે દીકરીના લગ્નની તૈયારીઓ હતી, તેનું આ રીતે અકાળે મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
સુરતમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના, ટ્યુશન જવાનો સમય થયો ત્યારે 5 માં ધોરણની વિદ્યાર્થિની ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2026-09-12 17:24:31
સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો | 2026-09-10 18:17:10
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03