ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડો વધી રહ્યાં છેેે.
જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનું ભાવનગર પછી સુરત બન્યું હબ.
કરોડો રૂપિયાની આઇટીસીનો પર્દાફાશ કરાયો, અંદાજે 2000 કરોડ રૂપિયાની આઇટીએ મળી આવી
સુરતઃ ભાવનગરના બોગસ બિલિંગના માફિયાઓ વર્ષ પહેલા જ સુરતમાં સક્રિય થઇ ગયા હતા અને સરકારી તિજોરી ખાલી કરવાનું અહી મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હતુ, આ મામલે ગુજરાત પોસ્ટ ન્યૂઝની ટીમે અનેક સ્ટોરી કરીને અહીં કૌભાંડો ચાલી રહ્યાં છે, તેનો પર્દાફાશ કર્યો હતો અને રાજ્ય સરકારને ચેતવી હતી, તેમ છંતા જે તે સમયે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી અને હવે સુરતમાંથી મસમોટું કૌભાંડ ઝડપાયુંં છે. કેન્દ્રીય એજન્સી DGGI એ છેલ્લા થોડા મહિનાઓમાંં જુદા જુદા કેસોમાં 1.54 લાખ કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાંં સુરતમાં પણ કરોડો રૂપિયાની હેરાફેરી સામે આવી છે.
ભંગારના વેપારીઓના ખાતામાં 2000 કરોડ રૂપિયાની આઇટીસી જોઇને એજન્સી ચોંકી ઉઠી
મણિપુર અને સુરતની પેઢીઓએ મળીને કૌભાંડ આચર્યું, માસ્ટર માઇન્ડ ખરેખર પકડાશે ?
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડેટા એનાલિસિસને આધારે DGGI એ કરોડો રૂપિયાની હેરાફેરી પકડી પાડી છે. દેશભરના જુદા જુદા કેસોમાંં માફિયાઓ અંદાજે 27,728 કરોડ રૂપિયાની લૂંટ ચલાવે તે પહેલા જ આ રકમ બ્લોક કરી લેવામાં આવી છે. કોઇ પણ માલની હેરાફેરી વગર જ માત્ર કાગળ પર પેઢીઓ બનાવીને બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને આઇટીસી લેવાનું આ સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ હોય શકે છે. જે દેશભરમાં ફેલાયેેલું છેે.
DGGIની ટીમ દ્નારા અનેક બોગસ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને આ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતુ, આ ગેંગના લોકો ફરાર થઇ ગયા છે અને કેટલાક લોકો વિદેશમાં બેસીને આ કૌભાંડને ઓપરેટર કરી રહ્યાં હતા તેવી પણ ચર્ચાઓ છે. ગુજરાત પોસ્ટ ન્યૂઝે અગાઉ સુરતના બોગસ બિલિંગના કૌભાંડો વિશે સ્ટોરી કરી હતી તેમ છંતા જે તે સમયે ગુજરાત સરકારની કોઇ પણ એજન્સીએ કાર્યવાહી કરી ન હતી અને હવે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીએ સરકારી તિજોરીને મોટા ફટકામાંથી બચાવી લીધી છે.
સુરતના આ કૌભાંડના તાર મણિપુર ઉપરાંત ચોક્કસથી ભાવનગર અને અમદાવાદ સાથે જોડાયેલા હોય શકે છે, સૌથી મોટો પડકાર હવે આ કૌભાંડ ચલાવનારા માફિયાઓને પકડવાનો છે, કારણ કે મોટાભાગના કેસમાં મુખ્ય આરોપીઓ તો પકડાતા જ નથી.
બોગસ બિલિંગની સાથે રોડ પર બિલ વગરની ગાડીઓની હેરાફેરી ચિંતાનો વિષય
બીજી તરફ ગુજરાતમાં રોડ પર બિલ વગરની ગાડીઓની હેરાફેરીના કૌભાંડો પણ ચાલી રહ્યાં છે, ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલી શામળાજી બોર્ડર પર રોજની અનેક ગાડીઓ બિલ વગર જ પસાર થઇ રહી છે, એટલે કે અહીં જીએસટીની મોટી ચોરી થઇ રહી છે, આ મામલે અમે ગત મહિને પણ પુરાવા સાથેની બિલ વગરના સળિયાની ટ્રકની સ્ટોરી કરી હતી, જે ગાડી પકડીને દંડ ભર્યા વગર જ છોડી દેવામાં આવી હતી. પરંતુ હજુ સુધી અમદાવાદમાં વેરા ભવનમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓની આંખો ખુલી નથી, કેટલાક અધિકારીઓ તેમના ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરીને આ કૌભાંડમાં ભાગીદાર બની ગયા હોય તેમ લાગી રહ્યું છે, હજુ અમે આ મામલે ટૂંક સમયમાં જ નવા પુરાવા સાથે સરકારને મદદ કરવા નવી માહિતી સાથે સ્ટોરી પબ્લીશ કરીશું, કદાચ સુરતના કૌભાંડની જેમ બીજી કોઇ કેન્દ્રીય એજન્સી શામળાજીમાં જો ઓપરેશન કરે તો વર્ષે કરોડો રૂપિયાની જીએસટી ચોરી પકડાઇ શકે છે અને આ વ્યવસ્થિત રીતે ચાલી રહેલા કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ થઇ શકે છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી | 2026-10-14 15:21:03
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત | 2026-10-10 18:31:37
સિદ્ધાર્થ રાંદેરિયા કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વાસ અને પેઢીઓથી ચાલતા સંબંધોની બે વિરાસતોનું થયું મિલન | 2026-10-10 08:58:22
અમદાવાદ - ગાંધીનગર બાદ હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર: ડાયમંડ કટ્સ ઈન્ટિરિયર સાથેનો સામે આવ્યો પ્રથમ લૂક | 2026-10-06 16:58:58