(પ્રતિકાત્મ ફોટો)
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવકે સગીરાને ઘેનયુક્ત પીણુ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવક ફરવાના બહાને સગીરાને ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને નશીલો પદાર્થ પીવડાવ્યો હતો, તે અર્ધબેભાન થઈ જતા તેના બીભસ્ત ફોટા પાડીને વીડિયો ઉતારી લીધા હતા હતા. ત્યાર બાદ યુવકે સગીરાને આ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી યુવકના મિત્રએ પણ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી જો આ વાતને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશ એવી ધમકીઓ પણ આપી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, વરાછા વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી તેના મિત્રો મારફતે વરાછા સીતાનગર અર્ચના રોડ પર આવેલ ઈશ્વરનગર સોસાયટીમાં રહેતા યુવક સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ યુવકે તેની સાથે વાતચીત કરી મિત્રતા કરી હતી અને કિશોરીને પોતાની વાતોમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવક તેને ફરવાના બહાને ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો જ્યાં કિશોરીને નશીલા પદાર્થવાળું પીણું પીવડાવી દીધું હતું.
નશીલા પીણાના કારણે કિશોરી અર્ધ બેભાન થઈ જતા તેના બિભસ્ત ફોટા પાડીને મોબાઈલમાં વીડિયો ઉતારી લીધા હતા અને ત્યારબાદ આ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.અનેક વખતે તેના ફોટો-વીડિયોને આધારે બ્લેકમેઈલ કરી શારીરિક સંબંધ બાંધતો હતો. ઉપરાંત આ વાતની જાણ ઘરે કે પોલીસને કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
સુરતમાં 36 વર્ષના નાયબ મામલતદાર હિનીશા પટેલની આત્મહત્યા, તેમના પતિ પણ છે નાયબ મામલતદાર | 2026-01-12 16:25:33
હેડ કોન્સ્ટેબલને નવું વર્ષ ન ફળ્યું: લાંચના છટકામાં ભરાયા, ACBએ રૂ.30,000 રિકવર કર્યા | 2026-01-01 18:44:31
સુરતથી બીલીમોરા વચ્ચે 15 ઓગસ્ટ, 2027ના રોજ દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | 2026-01-01 18:21:01