Wed,18 February 2026,12:43 pm
Print
header

સુરત ફરી શર્મસાર: સરથાણામાં 57 વર્ષીય નરાધમે 6 વર્ષની માસૂમ પર ગુજાર્યો બળાત્કાર

  • Published By
  • 2026-01-12 18:19:07
  • /

સુરતઃ શહેરમાં માસૂમ બાળકીઓ પરના અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના સરથાણા વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશ્વાસઘાત કરીને એક 57 વર્ષના આધેડે માત્ર 6 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

11 જાન્યુઆરી, 2026ની સાંજે અંદાજે 7 વાગ્યે આ ઘટના બની હતી. એક વૃદ્ધ દાદા તેમના પૌત્ર અને પૌત્રીને ઘર નીચે રમાડવા લઈ ગયા હતા. પૌત્ર રડવા લાગતા દાદા તેને ઘરે મૂકવા જઈ રહ્યાં હતા ત્યારે પાડોશી દુકાનદાર વિનોદ અણઘણે બાળકીને અહીં બેસાડો, હું ધ્યાન રાખું છું. કહી દાદાને વિશ્વાસમાં લીધા હતા.

દા જેવો પૌત્રને ઘરે મૂકવા ગયા, કે તરત જ આરોપી વિનોદ મોહનભાઈ અણઘણે (મૂળ રહે. પાલીતાણા) પોતાની આયુર્વેદિક શેમ્પૂની દુકાનમાં જ માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.બાળકીએ ઘરે જઈ પરિવારને આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, જેથી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

પોલીસે કાર્યવાહી કરીને આરોપી વિનોદ અણઘણ વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખયની છે કે આવી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. હંમેશા બાળકોને અજાણ્યા કે વિશ્વાસપાત્ર જણાતા લોકો પાસે પણ એકલા છોડવાનું ટાળો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch