Sat,20 April 2024,3:44 am
Print
header

પાટીલે કહ્યું કેજરીવાલના વચનો ચાઇનીઝ વસ્તુઓ જેવા, જો જો છેતરાતા નહીં- gujarat post news

સુરતઃ ગુજરાતમાં યુવાઓનું સમર્થન મેળવી રહેલી આમ આદમી પાર્ટીથી ભાજપને ડર છે, અરવિંદ કેજરીવાલના ગુજરાતના પ્રવાસો વધી રહ્યાં છે અને તેઓ ખુલ્લેઆમ ભાજપના નેતાઓ અને પાટીલની ઝાટકણી કાઢી રહ્યાં છે, હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આપના વાયદાઓને ચાઇનીઝ વસ્તુઓ સાથે સરખાવીને પ્રહાર કર્યાં છે, કહ્યું કે આ માત્ર વાતો છે. જેમ ચાઇનીઝ વસ્તુ લાંબી નથી ચાલતી તેમ આ લોકો પણ ચાલવાના નથી, આ લોકો ગુજરાતની જનતાને છેતરવા આવ્યાં છે, તમે છેતરાતા નહીં, તેમના ખોટા વાયદાઓમાં આવતા નહીં

પાટીલે કહ્યું કે આપના જુઠ્ઠા કેજરીવાલ ગુજરાતમાં 10 લાખ નોકરીઓ આપવાની વાતો કરે છે. પરંતુ તેમને ખબર નથી કે આખા દેશમાં ગુજરાતમાં જ યુવાનોને સૌથી વધારે રોજગારી મળે છે. પાટીલે કહ્યું કે એક ભાઇ ફ્રીમાં વિજળી અને પાણી આપવાની વાતો કરે છે, પરંતુ તેમને ખબર નથી કે ગુજરાતીઓ જ્યારે હાથ લાંબો કરે ત્યારે માત્ર તે આપવા માટે હોય, એમને મફતનું લેવાની ટેવ નથી.

ગુજરાત આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે પાટીલની 100 કરોડ રૂપિયાની સંપત્તિ થઇ ગઇ છે, તેઓએ ટૂંક સમયમાં જ કરોડો રૂપિયા ભેગા કર્યાં છે, તેની તપાસ થવી જોઇએ, ભાજપના રાજમાં તેના નેતાઓ ભ્રષ્ટાચાર વધારી રહ્યાં છે અને લોકોના કામો થતા નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch