Thu,23 September 2021,11:05 am
Print
header

સુરતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, આ બે પોશ વિસ્તારમાં કોરોનાના વધ્યા પોઝિટિવ કેસ

સુરતઃ ડાયમંડ નગરી સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.હાલમાં ગણેશ મહોત્સવને કારણે કોવિડ-19ના કેસમાં ઉછાળો આવ્યો હોવાની આશંકા છે. જો કે રસીના બંને ડોઝ લેનારા દર્દીઓ સામાન્ય લક્ષણો સાથે સાજા થઈ જતાં હોવાથી થોડી રાહત છે.

ગત સપ્તાહે લોંગ વીકેંડ આવ્યું હતું. 7 થી 13 સપ્ટેમ્બર સુધી સપ્તાહમાં કોરોનાના 31 નવા કેસ નોંધાયા હતા, આ પૈકી રાંદેર અને અઠવા ઝોનમાં મહત્તમ કેસ નોંધાયા હતા. કેટલાક કિસ્સાઓમાં પરિવારના ત્રણ કે ચાર સભ્યો એક સાથે પોઝિટિવ થયા હતા.આ બાબતને ગંભીરતાથી લઈ તંત્રએ ગણેશ ઉત્સવ અને હવે આવતા નવરાત્રિ-દિવાળી જેવા તહેવારોને લઈ શહેરીજનોને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી છે.

સુરતના 34 લાખ પૈકી 31 લાખ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. હાલની સ્થિતિએ શહેરના 90 ટકા લોકોને પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. પ્રથમ ડોઝ લીધાના 84 દિવસ થઈ ગયા હોય તેવા તમામ લોકોને બીજો ડોઝ લેવા તાકીદ કરવામાં આવી છે. શહેરના અઠવા-રાંદેર ઝોનમાં જે રીતે કેસ વધ્યા છે તે જોતા શહેરમાં ત્રીજી લહેરના ભણકારા છે. જો હાલથી તકેદારી નહીં રાખવામાં આવે તો શહેર ફરીથી કોરોનાના કેસનો રાફડો ફાટી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch